ગુજરાત ના આ દરીયા કિનારે જોવા મળી ડોલ્ફીન ! વિડીઓ જોઈ તમારુ મન મોહાઈ જશે
હાલમાં થોડા સમય પહેલા ડોલ્ફીનનો વિડિયો વાયરલ થયો હતો, ત્યારે ખરેખર આ વિડિયો જોઈને કોઈ પણ વ્યક્તિને આ ડોલ્ફિનને પોતાની નજર સમક્ષ જોવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. ત્યારે ચાલો અમે આપને એક એવા સ્થળ વિશે જણાવીએ જ્યાં દૂર દૂર થી પર્યટકો ડોલ્ફિનને નિહાળવવા માટે આવે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, જો આપણે ડોલ્ફિન જોવી હોય તલ ગુજરાત સીવાય અન્ય જગ્યાએ જવું પડતું હતું.
તમેં જાણીને ખુશ થશો કે, હવે ગુજરાતમાં જોવા મળી છે ડોલ્ફિન માછલીઓ. હાલમાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, દીવના દરિયા કિનારે આ પહેલા ડોલ્ફીન માછલી કરતબો કરતી જોવા મળી હતી. ત્યારબાદ હવે જો તમારે ડોલફિન માછલી જોવી હોય તો પહોંચી જાવ ગુજરાતના ઓખા દરિયાકાંઠે! અહીં અનેક ડોલ્ફિન માછલીઓ જોવા મળી હતી. અને આ ડોલ્ફિનોએ કરતબો કરીને પ્રવાસીઓને આશ્ચર્યચકિત કર્યા.હાલ વેકેશન છે.
હાલમાં વેકશન ચાલી રહ્યું છે, ત્યારે આ સમયગાળો છે દરિયા કાંઠે જવાનો, ત્યારે તમે પણ જો ડોલ્ફિનને નિહાળવા માંગો છો તો તમારે પણ અહીંયા આવવું જોઈએ. કારણ કે ઓખા દરિયાકિનારે પ્રવાસીઓને એક નવુ નજરાણુ જોવા મળ્યુ હતુ. દરિયામાં ડોલ્ફીનની કરતબો જોઇને આંનદીત થયા હતા. વિડીયોમાં તમે જોઇ શકો છે કે કઇ રીતે ડોલ્ફીન પોતાની તરકબો કરીને લોકોને મંત્રમુગ્ધ કરી રહી છે.
વાઈલ્ડલાઈન ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાએ 2019માં ગુજરાતમાં હાથ ધરેલા રીસર્ચમાં 232 ડોલ્ફિન જોવા મળી છે. જ્યારે બાકીના રાજ્યો જેવા કે તમિલનાડુ, આંદામાન નિકોબાર ટાપુ સહિતના દરિયાકાંઠામા માત્ર 135ની આસપાસ જ જોવા મળી હતી. ગંગાનાં પાણીમાં પણ ડોલ્ફીન ખૂબ જ જોવા મળે છે, ડોલ્ફીન અતી મનમોહક અને શાંતિ પ્રીય જીવ છે.
