ફિલ્મી હીરા થી કમ નહોતું દેવા ડોન નુ જીવન ! સોસીયલ મિડીઆ પર લાખો મા ફોલોવર્સ અને આટલા બધા બાળકો નો પિતા , જુવો તસ્વીરો
હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર ડોન દેવાની વાત ચર્ચામાં છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, રાજસ્થાનના કોટામાં હિસ્ટ્રીશીટર દેવા ગુર્જરની હત્યા બાદ હંગામો મચી ગયો છે. 4 એપ્રિલની સાંજે, ચિત્તોડગઢ જિલ્લાના રાવતભાટામાં કોટા બેરીલ ચોકડીના સલૂનમાં બેઠેલા ડોન દેવા ગુર્જરની ગેંગ વોરમાં હત્યા કરવામાં આવી હતી. આ વાત સાંભળીને તમને એ જાણવાની ઈચ્છા જરૂર થશે કે, આખરે આ ડોન દેવા કોણ હતો અને તેનું જીવન કેવું હતું?
દેવાના જીવન વિશે જણાવીએ તો, કોટાના બોરાબાસ ગામનો રહેવાસી દેવા ગુર્જર આરકેપુરમ પોલીસનો હિસ્ટ્રીશીટર હતો. દેવા ગુર્જર પોતાની અંગત લાઈફને લઈને પણ અવારનવાર હેડલાઈન્સમાં રહેતા હતો. દેવા ગુર્જરને સોશિયલ મીડિયા પર બે લાખ લોકો ફોલો કરતા હતા.દેવ ગુર્જર પર સોશિયલ મીડિયાનો ક્રેઝ એટલો હતો કે તે પોતાના સ્ટંટ વીડિયો બનાવવા માટે એક કેમેરામેનને અલગથી રાખતો હતો. દેવા ગુર્જરની અંગત ટીમમાં લગભગ 50 લોકો સામેલ હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેવા ગુર્જરે બે લગ્ન કર્યા હતા. બંને પત્નીઓ એક જ ઘરમાં સાથે રહેતી હતી. કરવા ચોથના વ્રતથી લઈને શોપિંગ બંને સાથે જ કરતા. ડોન દેવા ગુર્જર બંને પત્નીઓ સાથે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરતો હતો. દેવ ગુર્જરની એક પત્નીનું નામ કાલી બાઈ અને બીજીનું નામ ઈન્દિરા બાઈ હતું. દેવ ગુર્જરને બંનેથી 9 બાળકો છે. પ્રથમ પત્નીને 8 છોકરીઓ હતી. છોકરો ન હોવાથી તેણે બીજા લગ્ન કર્યા. તેમને તેમની બીજી પત્નીથી એક પુત્ર છે.
ડોન દેવા ગુર્જર પર કોટા અને ચિત્તોડગઢમાં લૂંટ, ગેરકાયદે વસૂલાત અને હુમલો જેવા ઘણા કેસ નોંધાયેલા છે. તમને જણાવી દઈએ કે દેવા ગુર્જરને ઘણા સમયથી ગેંગ વોર અને હત્યાનો ડર હતો. આ અંગે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે તે રાવતભાટા પ્લાન્ટમાં લેબર સપ્લાયનું કામ કરે છે. થોડા દિવસ પહેલા તેને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ સમગ્ર વાતચીત તેણે મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી.
દેવા ગુર્જરે કહ્યું કે તેમની પાસેથી 5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. કહેવાય છે કે તેનો એક મિત્ર હતો જેણે દેવા પર હુમલો કર્યો હતો અને પરસ્પર અદાવતમાં તેની હત્યા કરવામાં આવી હતી.વર્ષ 2015માં દેવા ગુર્જર સહિતના કેટલાક લોકોએ કોર્ટમાં જુબાની આપવા આવેલા યુવકને માર માર્યો હતો. આ લડાઈમાં યુવકના બંને પગ ભાંગી ગયા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો.
કોટા પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે દેવ ગુર્જરની હત્યા પરસ્પર દુશ્મનાવટમાં એક બાતમીદાર દ્વારા કરવામાં આવી હતી. હુમલામાં કુલ 13 આરોપીઓ સામેલ હોવાની આશંકા છે. જેમાંથી 9 હુમલાખોરોની ઓળખ કરવામાં આવી છે. આ નવ આરોપીઓમાંથી પાંચની પોલીસે અટકાયત પણ કરી છે.
અહીં, મંગળવારે કોટાની એમબીએસ હોસ્પિટલમાં દેવા ગુર્જરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ પહેલા લોકોએ શબઘરની બહાર હંગામો મચાવ્યો હતો અને પથ્થરમારો પણ કર્યો હતો.કોટા પોલીસ દેવા ગુર્જરની હત્યાના આરોપીઓના સંભવિત છૂપા સ્થાનો પર સતત દરોડા પાડી રહી છે. દેવા ગુર્જરના ગામ બોરાબાસમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.