ખરેખર મા જેવુ કોઈ નહી ! દિકરાને પોતાની કીડની આપી મા એ જીવ બચાવ્યો અને પોતે…
જગતમાં મા થી મોટું તો કોઈ નથી!સ્વયં ભગવાન ને જો આ ધરતી પર માનું ઋણ અદા ન કરી શકે તો આપણે તો માણસ જાતિ! કહેવાય છે ને કે, ઋણ અદા ન કરી શકીએ પણ એ માનું કાળજું ક્યારેય દુભાઈ નહીં એ વાતની ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.આજે આપણે એક એવા યુવાની વાત કરીશું જેને પોતાના શરીરનું અભિન્ન અંગ પોતાની માતાને આપીને પોતાનું જીવન નું અડધું આયખું જ જાણે આપી દીધું હોય. ચાલો અમે આપને આ ઘટના વિશે વધુ જાણકારી આપીએ.
અંગ દાન એ મહાદાન છે.જીવનમાં કોઈકના જીવનને આપણે બચાવી શકતા હોય તો એ પળ ને ક્યારેય ન છુટવા દેવી જોઇએ કારણ કે, જીવનમાં એનાથી મોટું આ જગતમાં કોઈ સુખ નથી. હાલમાં જ ગુજરાતમાં એક યુવાને પોતાની મા માટે જે કર્યું એ ભાગ્યે જ કોઈ દીકરાઓ કરી શકે છે. આજના સમયમાં પોતાના માતા પિતાઓને વૃદ્ધાશ્રમ સુધી દોરી જતા હોય છે, તો આ જગમાં આજે શ્રવણ જેવા અને રામ જેવા સંતાન છે.
હાલમાં જ બહુચરાજી તાલુકાના નાનકડા ફિંચડી ગામના એક યુવાને પોતાની માતાને કિડનીદાન કરી નવા જીવનની ભેટ આપી હતી. કિડનીદાન કરનાર કનુભા ઝાલા નામના યુવાને તેના આ કર્મને પોતાની ફરજ અને માતૃઋણ ચૂકવ્યું છે.ફિંચડી ગામનાં પશુપાલક 55 વર્ષીય ઝાલા લાલુબા નાથુભાની ત્રણેક મહિના અગાઉ બંને કિડની ફેઇલ થઈ ગઈ હતી અને ડાયાલિસિસ સહિતની સારવાર ચાલતી હતી.
તેમનો જીવ બચાવવા કિડનીદાન જ એકમાત્ર વિકલ્પ હતો. આવા સમયે તેમના 31 વર્ષીય પુત્ર કનુભા ઝાલાએ પોતાની જનેતાનો જીવ બચાવવા કિડનીદાન કરવાનો નિર્ણય કર્યો હતો. દીકરાએ કહ્યું કે,મારું સદભાગ્ય કહેવાય કે મારી કિડની મારી માતાના કામમાં આવી. મેં આ કોઈ ઉપકાર નથી કર્યો. માતૃઋણ ચૂકવવાનો મને અવસર મળ્યો, આ માટે હું મારી જાતને નસીબદાર માનું છું.
તમામ પ્રકારનાં ટેસ્ટ કર્યા બાદ કનુભાની કિડની મેચ થઇ હતી. દરમિયાન, બંને પક્ષે સંમતી બાદ ગઈ 27મી ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ હતી. હાલ બંને માતા અને પુત્ર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.ખરેખર જો આવા સંતાન દરેક માતા પિતાઓ ને મળે તો આ જગતમાં કોઈ માતા પિતાનું હ્દય ક્યારેય દુઃખી ન થાય અને દરેક માતા પિતા સુખી રહે.