Gujarat

મહિલાનું મુત્યુ થતા તેના કિડની, લીવર, ફેફસાં અને હૃદયનું દાન કરીને 5 લોકોને નવું જીવન આપ્યું, પરિવારે…

હાલમાં જ એક કરુણ દાયક ઘટના બની છે, આ ઘટના ખૂબ જ પ્રેરણાદાયી બની છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે સુરત શહેર અંગદાનમાં મોખરે બની છે.ખરેખર આ ઘટના દુઃખ દાયક બની હતી પરંતુ અંગદાન થકી અનેક લોકોને જીવન દાન મળ્યું. આજ રોજ દિવ્યભાસ્કરનાં અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે, :વડોદરામાં બ્રેન ડેડ મહિલાના બે કિડની, લીવર, ફેફસાં અને હૃદય પરિવારે ડોનેટ કર્યાં, 5 લોકોને નવજીવન મળ્યું.આ વાત સાંભળતા જ હૈયું ધબકી ઉઠે કે ખરેખર આ ઘટના કેટલી કરુણદાયક અને સરહાનીય છે..આ વાત સાંભળતા જ હૈયું ધબકી ઉઠે કે ખરેખર આ ઘટના કેટલી કરુણદાયક અને સરહાનીય છે.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,7 દિવસ પહેલા જ વડોદરાના વાસણા ગામના બ્રેઇન ડેડ યુવાનના પરિવારજનો તેના અંગોનું દાન કરીને સમાજ સમક્ષ સ્તુત્ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તવડોદરા શહેરની ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે આજે પ્લેટલેટ ઓછા થઈ જતાં મગજમાં લોહી નીકળવાના કારણે મૃત્યુ પામેલા 37 વર્ષીય મહિલા ધૃણાલી પટેલના પાંચ અંગોના દાન થકી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

આ ઘટના વિશે જાણવા મળ્યું છે કે, વડોદરાના વાસણા ખાતે રહેતા ધૃણાલી રાકેશ પટેલને ગત. તા.4 જાન્યુઆરીના રોજ અચાનક ઊલટીઓ થતાં પરિવારજનો વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ ગયા હતા. હોસ્પિટલના તબીબો દ્વારા તેમની સઘન સારવાર ચાલી રહી હતી. પણ બ્લડ પ્લેટલેટમાં સતત થઈ રહેલા ઘટાડા કારણે તેમની હાલત કથળી રહી હતી. જો કે, અગાઉ પણ રૂમેટોઈડ આર્થરાઇટસ અને આઇ. ટી.પી. નામની બીમારીને કારણે તેમને હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા.બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

આ સમાચાર બાદ ધ્રુનાલીબેનના પતિ અને સગાવાલાને હોસ્પિટલ સતાધીશોને અંગદાનની શક્યતાઓ વિશે પૂછતાં હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકારના નિયુક્ત અધિકારીઓને બોલાવી અંગદાન અંગે સંપૂર્ણ પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. બે કિડની, લીવર, ફેફસાં અને હૃદયનું દાન થઈ શકશે તેવા રિપોર્ટ આવ્યા હતા. તેમનું હૃદય ફરીદાબાદ ખાતે મોકલવામાં આવ્યું હતું. ફેફસાં ચેન્નાઇ, લિવર અમદાવાદ અને કિડની વડોદરા ખાતે ટ્રાન્સપ્લાન્ટ માટે રાખવામાં આવી હતી આજે ગુરુવારે બપોરે ધૃણાલીબેનના લીવર, કિડની, હ્રદય અને ફેફસાંને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા અંગો ફરીદાબાદ અને ચેન્નાઇ પહોંચાડવા માટે આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!