Gujarat

અમેરિકા થી આવી નરેન્દ્રભાઇ એ અમદાવાદ ની હોસ્પિટલ મા 75 લાખ રુપીઆ આપ્યા ! કારણ સામે આવ્યુ તો સૌ કોઈ સ્તબ્ધ રહી ગયું…જાણો વિગતે

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ આપણા ગુજરાતમાં અમદાવાદ શહેરમાં છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ગઈકાલે જ આ હોસ્પિટલમાં અમેરિકાથી આવેલા નરેન્દ્રભાઈએ 75 લાખ રૂપિયાનું દાન કર્યું. પહેલીવાર કોઈએ આટલું મોટું દાન કર્યું હોય એવી ઘટના બની છે. ચાલો અમે આપને જણાવીએ કે આ દાન કરવાનો ઉદેશ્ય શું હતો. ખરેખર આ એક સરહાનિય ઘટના છે. ભાગ્યે જ આવા બનાવો બને છે.

નડિયાદના પીજ ગામના વતની ઉર્વશીબહેનની અંતિમ ઇચ્છા પૂરી કરવા માટે તેમના ભાઈ નરેન્દ્રએ અમેરિકાથી આવીને સિવિલ હોસ્પિટલમાં રૂ. 75 લાખનું ઐતિહાસિક દાન કર્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, નરેન્દ્રભાઇનાં બહેન ઉર્વશીબહેન બીમાર રહેતાં હતાં અને તેમને મૃત્યુ નજીક હોવાનો અહેસાસ થવા લાગ્યો હતો ત્યારે તેઓએ વસિયત નામમાં લખાવ્યું હતું કે મિલકતનો મંદિરમાં નહીં પરંતુ સીધી રીતે લોકઉપયોગી થઈ શકાય તે પ્રકારે દાન કરજો.”

પોતાની બહેનની ઇચ્છા પૂરી કરીને નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, મારા બહેન ઉર્વશીએ જીવનપર્યંત જનઉપયોગી કાર્યો જ કર્યાં છે. તેમણે પાઇ-પાઇ ભેગી કરીને ઘર પરિવારનું ગુજરાન ચલાવ્યું છે. તેઓ સાડીની દુકાન ચલાવતાં હતાં. ગયા વર્ષ બીમારીના કારણે જાન્યુઆરી મહિનામાં જ તેમનું નિધન થયું હતું. જિંદગીના છેલ્લા દિવસોમાં તેમણે આ લોકકલ્યાણનું કાર્ય કરવા દાન કરવાની અંતિમ ઇચ્છા પોતાના વિલમાં દર્શાવી હતી. જે આજે અમેરિકાથી આવીને પૂર્ણ કર્યા બાદ અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ.


સિવીલ હોસ્પિટલમાં દાન તો આવતું જ રહે છે પણ રૂ. 75 લાખનું દાન વ્યક્તિગત સ્તરે સૌથી મોટું દાન છે. જે નરેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવ્યું છે. ખરેખર આ દાન ખૂબ જ લેખે લાગ્યું કહેવાય કારણ કે સમાજ અને સરકારના સહયોગથી સિવિલ હોસ્પિટલનાં સેવાકીય કાર્યોનો રથ અવિરતપણે આગળ ધપી રહ્યો છે. સમગ્ર સિવિલ હોસ્પિટલ તંત્ર નરેન્દ્રભાઈનો અને સદગત ઉર્વશીબહેનનો આ મહાદાન બદલ આભાર માન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!