ડ્રાઈવરના રિટાયરમેન્ટ કલેકટર ડ્રાઈવરને એવુ સન્માન આપ્યુ કે જોનારા લોકો વખાણ કરતા થાકી ગયા…
માણસનું વ્યક્તિત્વ જ તેનું ખરી ઓળખ છે, કારણ કે આજના સમયમાં વ્યક્તિ સંપત્તિ કે હોદ્દાથી મહાન નથી બની શકતો. જ્યારે તે તેના વર્તનથી લોકોના હૃદયમાં આદરની ભાવના જગાડે છે, તે જ તેની ખરી સંપત્તિ છે.હાલમાં જ ડ્રાઈવરના રિટાયરમેન્ટ કલેકટર ડ્રાઈવરને એવુ સન્માન આપ્યુ કે જોનારા લોકો વખાણ કરતા થાકી ગયા. ખરા અર્થે આ વ્યક્તિત્વનું સાચુ ઉદાહરણ પૂરું પાડ્યુ છે, ત્યારે ચાલો આ કલેકટરની સરહાનીય કામગીરી બદલ જાણીએ.
રાજસ્થાનના બાડમેર જિલ્લાની આ હૃદયસ્પર્શી ઘટના સૌ કોઈ માટે આકર્ષિત છે જ્યારે એક ડ્રાઈવર નિવૃત્ત થયા ત્યારે અધિક જિલ્લા કલેક્ટર (એડીએમ) પોતે તેનું સન્માન કરવા ડ્રાઈવર બન્યા હતા. તેણે પોતે જ તેની કાર ચલાવી અને તેના ડ્રાઈવરને તેના ઘરે ઉતાર્યો.મદનદાસ છેલ્લા 40 વર્ષથી ડ્રાઇવર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા હતા. તેમની નિવૃત્તિના દિવસે ઓફિસના લોકોએ વિદાય સમારંભ યોજ્યો હતો. આ વિધિ પૂરી થઈ ત્યારે મદનદાસના ઘરે જવાનો સમય થઈ ગયો. આવી સ્થિતિમાં એડીએમ ઓપી બિશ્નોઈએ પોતે તેમને કાર ચલાવવા અને ઘર સુધી ડ્રોપ કરવાની વિનંતી કરી.કારણ કજકે, તેઓ મદનદાસને તેમની ઘણા વર્ષોની સેવા માટે માન આપવા માટે આ કરવા માંગતા હતા.
છેલ્લા ઘણા સમયથી મદનદાસ ઉચ્ચ અધિકારીઓ માટે કારનો દરવાજો ખોલતા હતા અને તેમને ઘર સુધી છોડત પરંતુ આજે તેમના નિવૃત્તિના દિવસે ખુદ એડીએમએ તેમના માટે કારનો દરવાજો ખોલ્યો હતો. આ જોઈને મદનદાસની આંખો આંસુઓથી ભરાઈ આવી.આ પછી એડીએમ પોતે ડ્રાઈવરની સીટ પર બેસી ગયા અને મદનદાસને પોતાની સીટ પર બેસાડ્યા પછી કલેક્ટર કચેરીનો આખો સ્ટાફ કારમાં બેસીને મદનદાસને તેમના ઘરે મૂકવા ગયેલ.
આ સન્માન જોઈને મદનદાસ અને તેમનો પરિવાર ખૂબ જ ખુશ થયો. મદન દાસે કહ્યું કે નિવૃત્તિના દિવસે તેમના માટે આનાથી મોટું કોઈ સન્માન હોઈ શકે નહીં. તેણે કહ્યું કે આ તેના જીવનનું સૌથી મોટું સન્માન છે. તેઓ આનાથી સારી નિવૃત્તિની કલ્પના કરી શકતા નથી. તેઓ આ દિવસને જીવનભર યાદ રાખશે.આરએએસ અધિકારી ઓપી વિશ્નોઈનું કહેવું છે કે મદનદાસ છેલ્લા 40 વર્ષથી તેમની સેવાઓ આપી રહ્યા છે. હું પણ અહીં બે વર્ષથી છું. મદનદાસ દરરોજ સવારે 8 વાગે ડ્યુટી પહેલા ઘરે આવતા હતા. તેમનું વર્તન ઘણું સારું હતું તેથી જ્યારે તેમના જવાનો સમય આવ્યો ત્યારે હું ડ્રાઈવર બની ગયો. હું તેમને કોન્ટ્રાક્ટના આધારે તેમની સેવાઓ ફરીથી શરૂ કરવા પ્રયાસ કરીશ.
