Viral video

આ કારણે યુવકે પોતાની લક્ષરીયસ કાર ને “ચા” ની દુકાનમાં ફેરવી નાખી અને નામ પણ એવું રાખ્યુ કે…..જુઓ વિડીઓ

“>સોશિયલ મીડિયામાં ઓડીચાયવાલાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આપણે જાણીએ છીએ કે આજે અનેક લોકો ચાનો બિઝનેસ શરૂ કરી રહ્યા છે. ચા એ ભારતનું લોકપ્રિય પીણું છે, દરેક લોકોને સવારે ઉઠતાંવેંત જ અને દિવસમાં ગમે ત્યારે ચા પીવાની આદત હોય છે અને આ જ કારણે આ બિઝનેસ ખૂબ જ સફળ નીવડે છે. ચાનો બિઝનેસ આજે ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. હવે તો ઘણા લોક ચાની ફ્રેન્ચાઇઝી પણ શરૂ કરે છે, જેથી એ ચાની દેશના કોઈ પણ મળી શકે છે,ઉદાહરણ તરીકે આપણે ટી પોસ્ટ જોઈ લઈએ.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ઓડી કારમાં યુવાને ટી સ્ટોલ શરૂ કર્યો છે, હવે તમે વિચારશો કે 40-45 લાખ રૂપિયાની ગાડી હોવા છતાં આ યુવાન ચા શુ કામ વેચે છે અને કયા કારણે આ યુવાને કારમાં જ ચા ની દુકાન ખોલી છે? અમે આપને આ વિડીયો પાછળની હકીકત જણાવીએ કે આખરે આ યુવાનોએ આવો અનોખો વિચાર કઈ રીતે આવ્યો અને શા માટે તેમણે કારમાં જ વેચવાનું શરૂ કર્યું?

ઓડી કારમાં ચા વેચવાનો વિચાર મુંબઈના કશ્યપ  અને મનુ શર્માને નામના બે યુવાનને આવ્યો અને તેમને સૌથી પહેલા મુંબઈના લોખંડવાલા વિસ્તારમાં ચાનો સ્ટોલ શરૂ કર્યો છે અને પોતાના બિઝનેસનું નામ ઓન ડ્રાઈવ ટી રાખ્યું છે. યુવાન જ્યારે પોતાની ઓડી કાર લઈને ને નીકળે છે, ત્યારે કોઈપણ વ્યક્તિને એવું ના વિચારી શકે કે આ બંને યુવાન ચા વેચે છે, હવે તમે વિચારશો કે આ બંને યુવાન પાસે આટલી આલિશાન કાર અને સંપત્તિ હોવા છતાં પણ તેઓ ચા શુ કામ વેચે છે?

તમને જણાવી દે કે આ બંને યુવાને ઓડી કારમાં ચા વેચવાનું એટલે વિચાર્યું કારણ કે આ તેમની એક નવી માર્કેટ સ્ટ્રેટેજી છે. જ્યારે આ બે યુવાનો ઓડી કારમાં ચા વેચતા હોય તો કોઈપણ વ્યક્તિ આકર્ષિત થઈને એકવાર તો ચા પીવા જરૂરથી જશે કારણ કે દરેક વ્યક્તિ માટે આ એક નવો અનુભવ થશે. આ બંને યુવાનનો ટીસ્ટોલ એટલું ફેમસ બની ગયું છે કે બૉલીવુડ કલાકારો પણ અહીંયા ચા પીવા આવે છે એટલે વિચાર કરો કે આ યુવાનનો ઓડીમાં.ચા વેચવાનો વિચાર કેટલો સફળ થઈ ગયો.

 

View this post on Instagram

 

A post shared by Sach Kadwa Hai (@sachkadwahai)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!