દીકરીના બાપે 4 કરોડ આપ્યા ત્યારે વરરાજા એવું માગ્યું કે સૌકોઈની આંખો ભીની થઇ ગઇ.
આપણા સમાજમાં એવા ઘણા લોકો પણ છે જે ખૂબ જ ઉમદા અને લોકો માટે પ્રેરણારૂપ સમાન બંને છે. ત્યારે હાલમાં જ અમે આપને એક એવો જ પ્રેરણા દાયી કિસ્સો જણાવીશું. ત્યારે ખરેખર આ ઘટના જાણીને તમારી આંખમાંથી આંસુઓ આવી જશે. જીવમમાં અનેક લોકો પાસે થી કંઈક કંઈક શીખવા મળતું હોય છે, ત્યારે આ ઘટના દરેક માતા પિતા અને સસરા પક્ષવાળા માટે મુખ્ય છે. ચાલો અમે આપને સંપૂર્ણ માહિતી જણાવીએ.
હાલમાં ચોરેતરફ લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે હાલમાં જ એક લગ્નમાં દહેજ પ્રથા સામે અલગ જ પહેલ કરવામાં આવી. આપણે ત્યાં લગ્નમાં દીકરીને પિતા તરફથી કરિયાવર આપવામાં આવે છે અને દીકરી ને બાપ તેના શક્તિ કરતાંય વધુ આપે છે. ત્યારે હાલમાં જ આ આ ઘટના સામે એક ઉમદા ઘટના બની જે તમને સૌ કોઈને ચોંકાવી દેશે. વાત જાણે એમ છે કે, હરિયાણાના ખેરમપુરના નિવાસી ભજનલાલની દીકરીના લગ્ન ચુલીખાર્દ ગામના રહેવાસી છોટુરામ ખોખરના પુત્ર સાથે નક્કી થયા હતા.
કન્યા પક્ષના લોકોએ લગ્નની પૂરી તૈયારી કરી, ચાર કરોડ રૂપિયા આપવાની તૈયારી કરી હતી. પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે યુવકે આ પૈસા લેવાનો ઈન્કાર કરી દીધો દીધો.યુવકે રૂપિયાના બદલે પાસેથી કન્યા પક્ષ પાસે એવી માંગ કરી કે જેને સાંભળીને લોકો હેરાન થઈ ગયા. સાસરિયા પક્ષે દહેજમાં માત્ર 1 રૂપિયાની માંગ કરી. જી,આ લગ્નમાં કોઈપણ વધારાના ખર્ચા કરવામાં ન આવ્યા અને ન કરવામાં આવ્યો વધુ પડતો સાજ શણગાર.
આ તમામ ઘટનાઓ સોશિયલ મડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી હતી. ત્યારે ખરેખર આ કોઈ સામાન્ય વાત ન કહેવાય. આજન સમયમાં કોણ હોય કે કરોડો રૂપિયા ઠુકરાવી શકે.
હરિયાણાના આ વરરાજા તમામ લોકોનું હદય જીતી લીધું હતજ. બંને ઊંચ્ચ શિક્ષિત છે. વરરાજા બલેન્દ્રએ પોતાના ગામમાં લગ્ન લઈને કોઈ પણ પ્રકારના વધારાના ખર્ચા કર્યા નથી. લગ્નમાં પણ બસ માત્ર એક રૂપિયાની માંગ કરી, જેની સાથે કન્યા પક્ષના લોકોએ તેને એક નાળિયેર પણ આપ્યું અને આ લગન ખૂબ જ સાદગી રીતે કરવામાં આવ્યાં હતાં.
આજમાં સમયમાં દરેક યુવકો એ આવું જ પગલું ભરવું જોઈએ કારણ કે દહેજનાં લીધે અનેક ઘરેલુ હિંસાના બનાવ બનતા હોય છે. ત્યારે ખરેખર જો દરેક લોકો આવી રીતે દહેજ પ્રથા સામે આવું પગલું ભરે તો કોઈપણ બાપ ને ચિંતા ન રહે ને આપણા સમાજમાંથી આવા કુરિવાજો દૂર થઈ જાય. આજના સમયમાં આવા યુવાનો ભાગ્યે જ જોવા મળે છે. કરોડો રૂપિયા ને ઠુકરાવીને એક રૂપિયો લેવો એ બહુ મોટી વાત છે.