દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું દુખદ નિધન થયું ! ધર્મ સાથે દેશભક્તિ મા એટલા આગળ હતા કે…
હાલ જ એક ખુબ જ દુખદ સમાચાર આવી રહ્યા છે જ્યોતિષ અને દ્વારકા-શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી શંકરાચાર્ય સરસ્વતીજી 99 વર્ષે મધ્યપ્રદેશના નરસિંહપુર સ્થિત પરમહંસી ગંગા આશ્રમમાં બપોરે 3.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.
શંકરાચાર્ય સ્વામી સરસ્વતીજી ને ખુબ જ મોટા ધર્મ ગુરુ માનવા મા આવે છે કહેવામા આવી રહ્યુ છે કે તેવો ઘણા સમય થી બીમાર હતા જ્યારે થોડા સમય પહેલા જ તેમનો 99 મો જન્મ દિવસ ગયો હતો ત્યારે આજે બપોર ના 3.30 તેમનુ દુખદ નિધન થયું હતુ. સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધા બાદ તેઓ જેલમાં પણ ગયા હતા. શંકરાચાર્ય સ્વામી શંકરાચાર્ય સરસ્વતીજી તેમણે રામ મંદિરના નિર્માણ માટે લાંબી કાનૂની લડાઈ પણ લડી હતી.
તેવો એ માત્ર 9 વર્ષ ની ઉંમરે ઘર છોડી દીધુ હતુ અને ધાર્મિક તીર્થયાત્રાઓ શરૂ કરી હતી જેમા તેવો કાશી પણ પહોચ્યા હતા અને બ્રહ્મલિન શ્રી સ્વામી કરપતિ મહારાજ વેદ-વેદાંગ અને શાસ્ત્રો શીખ્યા હતા પોતે ધાર્મિક હોવા ની સાથે દેશ ભક્તિ મા પણ ઘણા આગળ હતા તેવો એ સ્વતંત્રતા સંગ્રામના આંદોલનો મા ભાગ લીધો હતો જેમા 1942માં જ્યારે ગાંધીજીએ :ભારત છોડો” નો નારો આપ્યો ત્યારે એવો જોડાયા હતા. તયારે તેવોની ઉમર માત્ર 19 વર્ષ હતી જેના કારણે તેનો “ક્રાંતિકારી સાધુ” સાધુ તરીકે જાણીતા થયા હતા.
આ સમય દરમિયાન, તેમણે નવ મહિના વારાણસીની જેલમાં અને છ મહિના તેના ગૃહ રાજ્ય મધ્યપ્રદેશની જેલમાં પણ વિતાવ્યા હતા. જ્યારે તેવો એ 1981માં તેમને શંકરાચાર્યની પદવી મળી. 1950માં શારદા પીઠે શંકરાચાર્ય સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી પાસેથી દીક્ષા લીધી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી તરીકે ઓળખાયા.