Gujarat

દીકરીને મળવા જતા બની દુઃખ ઘટના! ટ્રક અડફેટે લેતા ઇકોમાં સવાર કાકા ભત્રીજીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું!

ગુજરાતમાં દિવસે ને દિવસે રોડ અકસ્માતના બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક દુઃખ ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, દીકરીને મળવા જતા પિતા સાથે બની દુઃખ ઘટના! ટ્રક અડફેટે લેતા ઇકોમાં સવાર કાકા ભત્રીજીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું! ચાલો આ ઘટના અંગે વધુ માહિતી જાણીએ કે આખરે બનાવ શું બન્યો હતો. સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક પ્રકારની ઘટનાઓ સામે મળતી હોય છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, દહેગામ બાયડ હાઈવે રોડ ઉપર લવાડફાર્મ નજીક રાત્રિના સમયે ટ્રક અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો અને આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઇકોમાં સવાર કાકા ભત્રીજીનું મોત નીપજ્યું.
પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઝાડ અને ટ્રક વચ્ચે ઇકો કારનો ભુક્કો વળી ગયો હતો.

આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો મૃતકના ભાઈ અને મૃતક દીકરીના પિતા ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેમના મોટા ભાઈ શશિકાંતની દીકરી રિદ્ધિ કલોલ ખાતે અભ્યાસ કરે છે. જેને મળવા ઈકો ગાડી લઈને કલોલ આવવા નિકળ્યા હતા. જેમની સાથે ઘનશ્યામભાઈની દીકરી દેવ્યાશી પણ હતી.

જ્યારે રાત્રે રિદ્ધિએ ફોન કરીને અકસ્માત અંગે તેના કાકા ઘનશ્યામભાઈને જણાવ્યું હતું. ઘટના બાર બંનેને દહેગામ દવાખાને તેમજ દેવ્યાશીને ગાંધીનગર સિવિલ લઈ ગયા છે. આથી ઘનશ્યામભાઈ સગાઓ સાથે ગાંધીનગર આવી પહોંચ્યા હતા. એ વખતે રસ્તામાં લવાડફાર્મ નજીક આઈવા ટ્રક – ઈકો ગાડી અકસ્માતગ્રસ્ત હાલતમાં પડી હતી.આ બનાવ ખૂબ જ ભયકંર હતો.

પરિવારને આઘાત તો ત્યારે લાગ્યો જ્યારે જાણવા મળ્યું હતું કે, દીકરીને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થવાથી પ્રાથમિક સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ભાઈ શશીકાંતનું સ્થળ ઉપર મોત થયું છે. જેમની લાશને દહેગામ સરકારી દવાખાનામાં રાખવામાં આવી છે. એક પરિવારનાં બે સભ્યોનો જીવ જતા પરિવાર શોકમગ્ન બની ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!