Gujarat

વેપારીના ઘરેથી EDનો દરોડો પાડતા…કરોડો રૂપિયાનો ઢગલો થઈ ગ્યો, પૈસા ગણવા 3 મશીનો…

ખરેખર હાલમાં કરોડો રૂપિયાના કૌભાંડ બહાર આવે છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ શનિવારે કોલકાતાના ગાર્ડનમાં ચોંકાવનારી વાત સામે આવી છે. વાત જાણે એમ છે કે, EDએ અહીં એક બિઝનેસમેનના ઘરે દરોડા પાડ્યા છે. આ દરોડોમાં રૂ 7 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરવામાં આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ પૈસા ગણવા માટે ત્રણ મશીન મુકવામાં આવ્યા છે.

EDની ટીમે કોલકાતામાં 6 સ્થળો પર દરોડા પાડ્યા છે. ચીનની લોન એપ ફ્રોડ કેસમાં આ મોટી કાર્યવાહી છે. 3 સપ્ટેમ્બરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ કેસમાં બેંગ્લોરમાં Paytm, Razorpay અને Cashfreeના સ્થળો પર દરોડા પાડ્યા હતા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) શનિવારે રાજધાની કોલકાતામાં મોબાઈલ ગેમિંગ એપ્લીકેશનથી સંબંધિત મની લોન્ડરિંગના સંદર્ભમાં લગભગ 6 સ્થળોએ એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કારોબારીના ઘરેથી 500 રૂપિયાના બંડલવાળી ભરેલી પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી હતી. આ સિવાય તેમાં 2000 રૂપિયાની નોટોના બંડલ પણ હતા.

પહેલા ઈ-નગેટ્સ નામની મોબાઈલ ગેમિંગ એપ્લિકેશન લોન્ચ કરી હતી. તે લોકોને છેતરવાના હેતુથી બનાવવામાં આવ્યું હતું. આ દ્વારા પહેલા વપરાશકર્તાઓનો વિશ્વાસ જીત્યો. આ પછી લોકોએ એપ દ્વારા મોટી રકમો દ્વારા રોકાણ કરવાનું શરૂ કર્યું. લોકો પાસેથી માતબર રકમ વસૂલ્યા બાદ, અચાનક કોઈને કોઈ બહાને એપમાંથી પૈસા ઉપાડવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું.

સર્ચ ઓપરેશન દરમિયાન ED અધિકારીઓએ જોયું કે, આરોપીઓ દ્વારા નકલી એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. EDની તપાસમાં અત્યાર સુધીમાં 7 કરોડ રૂપિયાથી વધુની રોકડ રિકવર કરવામાં આવી છે. એટલું જ નહીં હાલમાં નોટોની ગણતરી ચાલી રહી છે. સાથે જ સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.

ભૂતકાળમાં કોંગ્રેસે ચીનની લોન એપને લઈને કેન્દ્ર સરકાર પર અનેક સવાલો અને નિશાનો ઉઠાવ્યા હતા. પાર્ટીના પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ચીનની લોન એપ્સ જે વધીને લગભગ 1100 થઈ ગઈ છે તેમાંથી 600 ગેરકાયદેસર છે. વચ્ચે આ લોન એપ્સથી ડિજિટલ વ્યવહારોમાં 12 ગણો વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!