105 વર્ષ ના દાદી એ ધોરણ ચાર ની પરીક્ષા આપી હતી ! કારણ અને પરીણામ ચોંકાવનારું છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આ જગતમાં ક્યારેય કોઈ વસ્તુઓને મેળવવા માટે સમયનો બાંધછોડ નથી અને જો વ્યક્તિ ધારે તો અશક્ય ને પણ શક્ય કરી શકે છે.જીવનમાં માત્ર ગણતર નહિ પણ ભણતર પણ જરૂરી છે. ત્યારે ખરેખર આ એક ગર્વની વાત કહેવાય હાલમાં જ થોડા સમય પહેલા 105 વર્ષના દાદીમાં ચોથા ધોરણની પરિક્ષા આપી હતી. ત્યારે ખરેખર આ એક ખૂબ જ સરહાનીય વાત કહેવાય પરતું તેની પાછળ નું કારણ જાણવું એટલું જ અગત્યનું છે.
આજે અમે આપને જણાવીશું કે શા માટે દાદી મા એ ઉંમર કેમ આપી? કેરળના ભાગીરથી અમ્મા 105 વર્ષ પરીક્ષા આપી કર કે ફક્ત 8 વર્ષની ઉંમરે પોતાના ભાઈ-બહેનોની જવાબદારી ઉઠાવવાની આવતા અમ્માએ ચોથા ધોરણથી જ ભણતરને રામ રામ કરી દીધા હતા. પરંતુ હિંદીમાં એક કહેવત છે દેર આએ પર દુરસ્ત આએ. આ જ કારણે ખરેખર આ ઘટના ખૂબ જ વખાણવા લાયક છે. આ વાત કોઈ સામાન્ય ન ગની શકાય.
105 વર્ષે ચોથા ધોરણની પરીક્ષા આપવાવાળા ભાગીરથી અમ્મા દુનિયાના સૌથી વૃદ્ધ વિદ્યાર્થી બની ચૂક્યા છે. મંગળવારે ભાગીરથી અમ્માએ ચોથા ધોરણ સમકક્ષ પરીક્ષા આપી હતી. તેના માટે તેમની હિંમત, ક્યારેય હાર ન માનવાવળો જુસ્સો, ભણતર પ્રત્યેની જબરજસ્ત ઇચ્છા શક્તિ અને કેરળ રાજ્ય સાક્ષરતા મિશનના પ્રયાસો રંગ લાવ્યા છે. મંગળવારે જ્યારે તેઓ પોતાની પરીક્ષા આપવા આવ્યા ત્યારે સમાજના ગણમાન્ય લોકોએ તેમને પોતાના હાથે પ્રશ્નપત્ર આપ્યું.
ભાગીરથી અમ્માના પતિનું 70 વર્ષ પહેલા મૃત્યુ થઈ ચૂક્યું હતું. તે સમયે તેમણે પોતાની ચાર દીકરીઓ અને બે દીકરાનું પાલન પોષણ કરવું પડ્યું હતું.આ પરિસ્થિતિઓના કારણે તેમની ફરી સ્કૂલે જવાની ઇચ્છા દબાયેલી જ રહી.સાક્ષરતા મિશનના કેબી વસંત કુમારે અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘ખૂબ જ નાની ઉંમરમાં તેમની માતાનું મૃત્યું થઈ ગયું હતું. જેથી નાના ભાઈ-બહેનોની જવાબદારી પણ તેમના માથે આવી ગઈ હતી. જેના કારાણે તેમણે સ્કૂલ છોડવી પડી હતી. આજે 100 વર્ષ પાર કરી ગયા છતા તેમની જોવાની, સાંભળવાની અને યાદ રાખવાની શક્તિઓ ખૂબ જ તેજ છે. ખરેખર આ દાડીમાં સૌના માટે પ્રેરણા દાયક છે.
