105 વર્ષ ના દાદી એ ધોરણ 4 ની પરીક્ષા આપી હતી ! કારણ અને પરીણામ વાંચવા જેવુ….
જીવનમાં વિદ્યાનું ખૂબ જ મહત્વ છે. આજે આપણે એમ એવા દાદીમાં વિશે જાણીશું જેને ઘડપણની ઉંમરે આવીને ફરી ભણતર શરૂ કર્યું. વ્યક્તિ ધારે તો અશક્ય ને પણ શક્ય કરી શકે છે.જીવનમાં માત્ર ગણતર નહિ પણ ભણતર પણ જરૂરી છે. આજના સમયમાં આ વાત દરેક વ્યક્તિને ના માનવામાં આવે પણ આ વાત 100 % સાચી છે. કેરળમાં શિક્ષણનું પ્રમાણ આમ પણ ઊંચું છે અને આજ કારણે હાલમાં જ થોડા સમય પહેલા 105 વર્ષના દાદીમાં ચોથા ધોરણની પરિક્ષા આપી હતી. ચાલો અમે આપને જણાવીએ કે કયા કારણોસર તેમને ચોથા ધોરણની પરીક્ષા આપી.
કોઈપણ વ્યક્તિને વિચાર આવે કે 105 વર્ષની વયે પરીક્ષા આપવાની શું જરૂર પડી હશે? આ દાદી માં વિશે જાણીએ. કેરળના ભાગીરથી અમ્મા 105 વર્ષ પરીક્ષા આપી કર કે ફક્ત 8 વર્ષની ઉંમરે પોતાના ભાઈ-બહેનોની જવાબદારી ઉઠાવવાની આવતા અમ્માએ ચોથા ધોરણથી જ ભણતરને પડતું મૂકીને પોતાનું ઘર સંભાળી લીધું હતું. પરંતુ હિંદીમાં એક કહેવત છે દેર આએ પર દુરસ્ત આએ. આ કહેવત ને દાદીમાં એ સાર્થક કરી બતાવી.
105 વર્ષે ચોથા ધોરણની પરીક્ષા આપવાવાળા ભાગીરથી અમ્મા દુનિયાના સૌથી વૃદ્ધ વિદ્યાર્થી બની ચૂક્યા છે. મંગળવારે ભાગીરથી અમ્માએ ચોથા ધોરણ સમકક્ષ પરીક્ષા આપી હતી. તેના માટે તેમની હિંમત, ક્યારેય હાર ન માનવાવળો જુસ્સો, ભણતર પ્રત્યેની જબરજસ્ત ઇચ્છા શક્તિ અને કેરળ રાજ્ય સાક્ષરતા મિશનના પ્રયાસો રંગ લાવ્યા છે. મંગળવારે જ્યારે તેઓ પોતાની પરીક્ષા આપવા આવ્યા ત્યારે સમાજના ગણમાન્ય લોકોએ તેમને પોતાના હાથે પ્રશ્નપત્ર આપ્યું.
ભાગીરથી અમ્માના પતિનું 70 વર્ષ પહેલા મૃત્યુ થઈ ચૂક્યું હતું. તે સમયે તેમણે પોતાની ચાર દીકરીઓ અને બે દીકરાનું પાલન પોષણ કરવું પડ્યું હતું.આ પરિસ્થિતિઓના કારણે તેમની ફરી સ્કૂલે જવાની ઇચ્છા દબાયેલી જ રહી.સાક્ષરતા મિશનના ક વસંત કુમારે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા કહ્યું કે,
‘ખૂબ જ નાની ઉંમરમાં તેમની માતાનું મૃત્યું થઈ ગયું હતું. જેથી નાના ભાઈ-બહેનોની જવાબદારી પણ તેમના માથે આવી ગઈ હતી. જેના કારાણે તેમણે સ્કૂલ છોડવી પડી હતી. આજે 100 વર્ષ પાર કરી ગયા છતા તેમની જોવાની, સાંભળવાની અને યાદ રાખવાની શક્તિઓ ખૂબ જ તેજ છે.