Gujarat

સુરેન્દ્રનગર રોડ પર આવેલ પ્રખ્યાત હોટેલ પર ગેડિયા ગેંગે કર્યું ધડાધડ ફાયરિંગ, કહ્યું કે હોટેલ ચલાવવી હોય તો…

ગુજરાતનાં અનેક શહેરોમાં અનેક ગેંગનો ત્રાસ અસહનીય છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, ધોળે દિવસે માલવણ-વિરમગામ હાઈવે પર એક હોટલના સંચાલકો પર ફાયરિંગ થયાની ઘટના બની છે. આ ઘટનામાં ચોંકાવનારી વાત સામે આવી છે કે, ગઠિયાઓ દ્વારા કહેવામાં આવતું કે, આ હોટલ ચલાવવી હોય તો દર મહિને રુપિયા 15 હજાર આપવા પડશે. આ જ કારણે ગેડિયા ગેંગના એક સાગરીતે ધડાધડ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ.

એક ફાયરિંગથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટના અંગે હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે અને ફાયરિંગ કરનારા ગેડિયા ગેંગના સાગરીત અને ડ્રાઈવરની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો, સૂત્ર દ્વારા મુજબ જાણવા મળ્યું છે કે,

માલવણ-વિરમગામ હાઈવે પર કચોલીયા ગામના પાટિયા પાસે ઈસ્કોન હોટલ આવી છે. રાજકોટમાં રહેતા કુલદિપસિંહ લખુભા વાળા અહીં ઈસ્કોન ફૂડ મોલ નામથી હોટલ ચલાવે છે.
ગેડિયા ગેંગનો સાગરીત આશિફખાન નસીબખાન મલેક બ્લેક કલરની કાર લઈને હોટલ આવીને વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી હતી પણ રુપિયા આપ્યા નહોતા. જેથી કુલદિપસિંહે રુપિયાની માગણી કરતા આશિફખાને તેને તમાચો ઝીંકી દીધો હતો.

બાદમાં એવું પણ કહ્યું હતું કે, તારે અહીં હોટલ ચલાવવી હોય તો મને મહિને રુપિયા 15 હજાર આપવા પડશે.રુપિયા તૈયાર નહીં રાખે તો તારો ધંધો બંધ થઈ જશે એવી પણ ધમકી આપી હતી. આ ઘટના બાદ તે ફરી 4 સપ્ટેમ્બરના રોજ સવારે સાડા પાંચ વાગે ફરીથી આશિફખાન કારના ડ્રાઈવર સાથે ત્યાં આવ્યો હતો અને પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ.

બનાવની જાણ પોલીસને થતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બાદમાં પોલીસે તપાસ હાથ ધરીને આરોપી આશિફખાન અને તેના સાગરીતને ઝડપી પાડ્યો હતો.આરોપી આશિફખાન વિરુદ્ધ પાટડી, બજાણા, દસાડા સહિતના પોલીસ સ્ટેશનોમાં મારામારી, હત્યાનો પ્રયાસ, ચોરી સહિતના કેટલાંક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!