૨૫ વર્ષની ફેશન ડિજાઇનરએ કરી આત્મહત્યા કહ્યું ” પાપા તમારા રાજ મા કોઈ ખુશ ન રહી શકે” જાણો શું છે આખો મામલો…
આજકાલના યુવાનો નાની નાની વાતમાં મોતને વ્હાલું કરી લે છે. આપણને દરરોજ સમાચાર પત્રોમાં અને ન્યુસ ચેનલ પર આ અંગેના હજારો કિસ્સા જોવા મળતા હોય છે. મોટા ભાગના કિસ્સામાં યુવાનો નિરાશા અને અસફળતાને કારણે આવા પગલાં ભરતા હોય છે. પરંતુ શિક્ષિત સમાજના આવા યુવાનોએ આવા કાયરતાપૂર્ણ પગલાં ભરતા પહેલા સમાજનું અને પોતાના પરિવારનો વિચાર કરવો જોઇયે.
હમણાં દિલ્લીની બાજુમાં આવેલા ગાજિયાબાદમાથી આવી જ એક ઘટના સામે આવી જેમાં ૨૫ વર્ષની યુવા ફેશન ડિજાઇનરએ પોતાના ફ્લેટના ૧૧માં માળની બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. યુવતીનું નામ આયુષી દિક્ષિત છે ઘટના સમયે આયુષીની માતા પણ ફ્લેટમાં હાજર હતી તેવું જાણવા મળ્યું છે. આત્મહત્યા પછી પોલીસ તપાસમાં ચિઠ્ઠી મળી છે જે અંગે તપાસ ચાલુ છે.
બનાવ અંગે વિસ્તૃત વાત કરીયે તો આ ઘટના ગાજિયાબાદના નંદગ્રામ એરિયાના રાજનગરના સૃષ્ટિ સોસાયટીની છે. મેરઠના કંકર ખેડામાં રહેતા સતિષભાઇ દિક્ષિત પોતાના પરિવાર સાથે આ સોસાયટીમાં પ્લોટ નંબર ૧૧૦૧માં રહે છે. સતિષભાઇ દિક્ષિતની મેરઠ રોડઉપર પોતાની એક ફેક્ટરિ છે. સતિષભાઇની દીકરી આયુષી દિક્ષિત નોઇડામાં આવેલ ગૌરવ સ્ટુડિયોમાં ફેશન ડિજાઇનર તરીકે છેલ્લા ઘણા સમયથી કામ કરતી હતી.
સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે આયુષી દિક્ષિતની આ કંપની દ્વારા થોડા દિવસો પહેલા જ કરીના કપૂરનો ડ્રેસ પણ ડિજાઇન કરવામાં આવ્યો હતો. તેના પરથી અનુમાન લગાવી શકાય કે આયુષીની જોબ ખૂબ સારી હતી. પોલિસને એક સુસાઇડ નોટ મળી આવી છે જેમાં આયુષીએ નોકરી બાબતમાં તણાવમાં હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત આયુષીએ એવું પણ લખ્યું છે કે તે જે જ્ગ્યાએ પહોચવા માગતી હતી અને મહેનત કરતી હતી તેવું તેને પરિણામ નથી મળી શક્યું તે કારણથી હું આત્મહત્યા કરી રહી છુ.
આ ઉપરાંત સુસાઇડ નોટમાં પોતાના પિતાનો ઉલ્લેખ કરતાં આયુષીએ લખ્યું છે કે ” પાપા તમારા રાજ મા કોઈ ખુશ ન રહી શકે”. નોકરીના તણાવ ઉપરાંત આયુષીએ પોતાના પિતા માટે જે લખ્યું તેની પણ પોલિસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
પોલિસ તપાસમાં આયુષીના પરિવાર દ્વારા મળતી માહિતી મુજબ આયુષી ઘટનાના દિવસે સવાર થી જ ઉદાસ અને ચિંતિત હતી. તેણે ચા પણ પીધી ન હતી. આયુષીના આત્મહત્યાનું
