ગુજરાતી લોકપ્રિય ગાયક ફાલ્ગુની પાઠક હંમેશાં પુરુષો જેવાં કપડાં કેમ પહેરે છે ?? કારણ જાણી તમે પણ…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં ફાલ્ગુની પાઠક ખૂબ જ ચર્ચમાં છે. તેનું એક માત્ર કારણ નેહા કક્કર છે કારણ કે તેને મેને પાયલ હૈ છમકાઈનું રિમેક બનાવ્યું છે અને આ સોંગ લોકોને પસંદ નથી આવી રહ્યું અને આ કારણે ફાલ્ગુની પાઠક ચર્ચામાં આવ્યા છે. આજે આપણે ફાલ્ગુની પાઠકના જીવન વિશે જાણીશું અને સૌથી ખાસ રસપ્રદ એ વાત જાનીશું કે શા માટે ફાલ્ગુની પાઠક પુરુષો ના પોશાકમાં વધુ જોવા મળે છે.

ફાલ્ગુની પાઠકના જીવન વિશે જાણીએ તો ફાલ્ગુની પાઠકનો જન્મ 12 માર્ચ 1964ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ તેમના પરિવારમાં ચાર બહેનોની પાંચમા બહેન છે. તેમનાં માતાપિતા છોકરાના જન્મની અપેક્ષા રાખતાં હતાં.પરિવારમાં દીકરો આવે એની રાહ જોવાઈ રહી હતી. પણ ઘરમાં પાંચમી દીકરીનો જન્મ થયો.

નાનપણથી જ તેમની મોટી બહેનોએ તેમને છોકરી હોવા છતાં છોકરાની જેમ જ રાખ્યાં. ફાલ્ગુની ક્યારેય છોકરીની જેમ રહ્યાં નથી.તેમણે ક્યારેય શણગારેલો ડ્રેસ પહેર્યો નથી અને ક્યારેય મહિલાઓનાં વસ્ત્રો પહેર્યાં નથી. તેઓ આજે 53 વર્ષનાં છે પરંતુ આટલાં વર્ષોમાં તેમણે ન તો તેમનો પહેરવેશ બદલ્યો છે અને ન તો લૂક બદલ્યો.

હંમેશા ટૂંકા વાળ અને શર્ટ, ટી-શર્ટ પેન્ટ પહેરેલાં જ જોવાં મળ્યાં છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, નવ વર્ષની ઉંમરે ફાલ્ગુનીએ પહેલો સ્ટેજ શો કર્યો હતો, બાળપણમાં પણ તેમણે ઘણાં ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો. તેમનું પહેલું આલ્બમ 1998માં રિલીઝ થયું તે પછીથી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.90ના દાયકામાં ફાલ્ગુનીનાં ગીતો ઘણાં લોકપ્રિય થયાં હતાં અને લોકો તેને દરેક ફંકશનમાં વગાડતા હતા.1994માં ફાલ્ગુની પાઠકે ‘તા-થૈયા’ નામનું સ્ટેજ બૅન્ડ શરૂ કર્યું જે માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં ઘણા કાર્યક્રમો કરતું હતું.

1998માં, ફાલ્ગુની પાઠક યુનિવર્સલ મ્યુઝિક સાથેના તેમના પ્રથમ આલબમ ‘યાદ પિયા કી આને લગી’થી ખ્યાતિ અને પ્રશંસા પામ્યાં હતાં. ફાલ્ગુની પાઠકનાં મોટાં ભાગનાં ગીતોની થીમ ‘પ્રેમ’ વિશે જ હતી. આ બાદ તો ફાલ્ગુની પાઠકે અનેક લોકપ્રિય સોંગ આપ્યા. ફાલ્ગુની તેમના દેખાવ અને સફળતાને કારણે તેમને ભારતીય મૅડોના તરીકે પણ ઓળખવામાં આવતાં હતાં. લોકો તેમને ‘ઇન્ડિયન મેડોના’ કહીને સંબોધતા.

ફાલ્ગુનીનું કહેવું છે કે હંમેશાં પોતાની શરતો પર જીવ્યાં છે.તેઓ કહેવું છે કે ‘જ્યારે દરેક વ્યક્તિ ફિલ્મોમાં પોતાનો અવાજ આપવાં માગતી હતી, ત્યારે તેઓ આવી રેસનો ભાગ બનવા તૈયાર નહોતાં. તેમને જે મળી રહ્યું હતું તેનાથી તેઓ ખુશ હતાં.ફાલ્ગુની પાઠક સંગીત ઉપરાંત ફાલ્ગુની ટીવીના પ્રખ્યાત શો, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’, ‘કૌન બનેગા કરોડપતિ’, ‘સ્ટાર ડાંડિયા ધૂમ’, ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’ અને પ્રાઇમ ટાઇમ શો ‘બા બહુ ઔર બેટી’ માં પણ જોવાં મળ્યાં છે.
