મેને પાયલ હૈ છનકાંઈ સોંગ અંગે ફરી વિવાદ! ફાલ્ગુની પાઠકે કહ્યું કે, મારે નેહા સામે દાવો કરવો છે પણ…
ફાલ્ગુની પાઠક અને નેહા કક્કર વચ્ચે વિવાદમાં એક નવો જ વળાંક આવ્યો છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, નેહા કક્કરે
ફાલ્ગુની પાઠકનું આઇકોનિક ગીત ‘મૈને પાયલ હૈ છન્કાઇ’નું નરિમિક્સ કર્યું તેનાથી ફાલ્ગુની જરાપણ ખુશ નહોતા. ચાહકોએ પણ ઓરિજિનલ ગીતને રિમિક્સ કરવા બદલ ટીકા કરી હતી. નેહાના ‘ઓ સજના’ ગીત પર યુઝર્સના ટીકાઓથી ભરેલા મેસેજ ફાલ્ગુનીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર પણ કર્યા હતા.
ફાલ્ગુનીએ ઇન્ટરવ્યૂમાં નેહા કક્કરના ગીત વિશે ખુલીને વાત કરી છે. તેણે જણાવ્યું કે, ‘હું ખુશ છું કે, આટલા સમય પછી પણ ચાહકોને મારા ગીત પ્રત્યેનો પ્રેમ અતૂટ છે, હું તેમની લાગણીઓથી અભિભૂત છું. ‘મૈને પાયલ હૈ છન્કાઇ’ ગીત 1999માં રિલીઝ થયું હતું અને તે ગીત વિવાન ભટેના અને નિખિલા પલટ પર અભિનિત થયું હતું. કોલેજ ફેસ્ટમાં કઠપૂતળીના શો તરીકે પ્રદર્શિત કરેલું આ ગીત ખૂબ જ હિટ થયું હતું. .
નેહાનું ગીત ‘ઓ સજના’ 19 સપ્ટેમ્બરે યુટ્યુબ પર પ્રીમિયર થયું હતું. નેહાએ પોતાના ગીતમાં એડિશનલ લિરિક્સ સાથે ઓરિજિનલ ગીતની હૂક લાઇન અને ટ્યુન શેર કરે છે. આ ગીતને લઈને એક ઈન્ટરવ્યુમાં ફાલ્ગુની પાઠકે નેહા કક્કર પર તેમના 90ના હિટ ગીતના રીમિક્સને લઈને આક્રોશ ઠાલવ્યો છે. તે આક્રોશમાં આવીને એક ઈન્ટરવ્યુમાં બોલી ઉઠ્યા કે, ‘નેહા કક્કરના ગીત સામે તે કાનૂની કાર્યવાહી કરવા માગે છે, પરંતુ તે કરી શકતા નથી કારણ કે, તેમની પાસે ગીતના રાઈટ્સ નથી.’
આ મ્યુઝિક વીડિયોમાં નેહા ઉપરાંત પ્રિયાંક શર્મા અને ધનશ્રી વર્મા છે. જૂના હિટ હિન્દી ગીતોને રિક્રિએટ કરવા માટે જાણીતા તનિષ્ક બાગચીએ આ ગીત કોમ્પોઝ કર્યું છે. પોતાના નવા ગીતના ટ્રોલિંગથી નેહને કશો જ ફરક નહોતો પડ્યો. આ પોસ્ટ્સના રિપ્લાયમાં તેણે પણ મસમોટી સ્ટોરી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂકી હતી અને પોતાને ‘ગોડ ગિફ્ટેડ’ ગણાવી હતી. તેણે કેટલીક પોસ્ટમાં લખ્યું છે.
જેલોકો મને ખુશ અને સફળ જોઈને ખૂબ જ દુ:ખી છે, તેમના માટે મને દુ:ખ થાય છે. બિચારા… કૃપા કરીને ટિપ્પણી કરતા રહો. હું તેને ડિલીટ પણ નહીં કરું કારણ કે, હું જાણું છું અને દરેક જણ જાણે છે કે નેહા કક્કર શું છે! હાલમાં જ જયરેબા વિવાદ ચાલતો હતો ત્યારે ફાલ્ગુની અને નેહા એક શોમાં સાથે જોવા મળ્યા હતા અને હવે ફરી એકવાર વિવાદના વંટોળે ચડ્યો.