Gujarat

આહીર પરિવારમાં દુઃખનું આભ તૂટ્યું! ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થતા એકી સાથે પરિવારના 3 સભ્યો સહિત 4નું મોત થયું…

ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ભાવનગર જિલ્લાના વલ્લભીપુર-ઉમરાળા હાઇવે રોડ પર મોડીરાત્રે લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે કાર અને ડમ્પર વચ્ચે ભયકંર અકસ્માત થયો હતો. આ દુઃખદ ઘટનામાં એકીસાથે 3 લોકોના મોત નિપજયા હતા. જ્યારે એકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જ્યા તેનું પણ મોત થતા અકસ્માતમાં કુલ 4 લોકોના મોત થયા છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ . આ અકસ્માતમાં કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. તેમજ હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. લાશોને બહાર કાઢવા પણ કારના પતરા તોડવા પડ્યા હતા. અમરેલીનો આહીર પરિવાર સુરતથી પરત આવી રહ્યો હતો. તે દરમિયાન ભાવનગરના વલ્લભીપુર ઉમરાળા હાઈવે પર ગત મોડી રાત્રે તેઓની કારને અકસ્માત નડ્યો હતો.

આ અકસ્માતમાં આહિર પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. તેમજ એકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેણે પણ દમ તોડ્યો હતો આમ, અકસ્માતમાં મૃત્યુ આંક 4 પર પહોંચ્યો હતો. અકસ્માતમાં ત્રણના ઘટના સ્થળે મોત થયા હતા. જેમાં જીલુભાઈ ભુવા, ગીતાબેન ભુવા તેમજ શિવમ નામના કિશોરનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

અકસ્માતના બનાવમાં અન્ય એક શુભમ નામના વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે પણ દમ તોડ્યો હતો. આ બનવાને લઈ આહિર સમાજમાં શોકની લાગણી છવાઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!