Entertainment

બનાસકાંઠા: પરીવાર મા એક સાથે બે દીકરી નો જન્મ થતા વરઘોડો કાઢવામા આવ્યો અને ધામધુમ થી ઉજવણી કરવામા આવી , જુવો તસ્વીરો

આપણે એવી પરંપરા છે કે દીકરાનો જન્મ થાય એટલે સૌ કો8 ધામધૂમથી ઊજવણી કરે છે અને ઘરે ઘરે પેંડા વહેંચવામાં આવે છે, પરંતુ જ્યારે દિકરીનો જન્મ થાય છે ત્યારે ઘણા પરિવારના લોકોમાં ખુશીઓનો માહોલ જોવા મળતો નથી. આજના સમયમાં દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખવા જેવું કંઈ સમાજમાં રહ્યું જ નથી કારણ કે દીકરીઓ દીકરાઓ થી આગળ નીકળીને પરિવારનું નામ રોશન કરે છે.

આજ વાત ને એક પરિવારે સાબિત કરી બતાવી છે કે, દીકરીનો જન્મ એ મોટી ખુશી છે.

પુત્રવધૂને જૂડવા દીકરીઓ જન્મતા મુસ્લિમ પરિવારે ધામધૂમથી સ્વાગત કર્યું. એવું દ્ર્શ્ય સર્જાયું કે, ઢોલ નગારા સાથે ગુલાબની પાંખડીઓ ઉડતી જોઈને તમને લાગશે કે, કદાચ આ કોઈ વરઘોડો નીકળ્યો હોય. આ ઘટના છે હિંમતનગરની જ્યાં એક દાદાએ પોતાની નવજાત પૌત્રીઓનું ગૃહ પ્રવેશ અનોખી રીતે કર્યો.

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી યુસુફભાઈ પઠાણ અને પૂર્વ કોર્પોરેટર રહીશાબાનું પઠાણની પુત્રવધૂ રેહનાઈના કૂખે બે દીકરીઓનો જન્મ થયો અને બંને દીકરીનું ના સદફ અને સનાયા રાખ્યું.

 


પુત્રીના ઘરમાં પગલાં પડતાં જ દાદાએ ઘર આગળ જે નેમ પ્લેટ હતી તેમાંથી પોતાનું નામ કાઢી અને પોતાની પૌત્રીઓના નામ લખાવી અનોખી રીતે તેમને આવકાર આપ્યો હતો.તાજેતરમાં થયેલા એક સર્વે પ્રમાણે ગુજરાતમાં સૌથી ઓછો કન્યા જન્મદર સાબરકાંઠા જિલ્લામાં છે. ત્યારે ખરેખર આ પરિવાર દરેક લોકો માટે પ્રેરણારૂપ બન્યો છે. સમાજમાં એક ઉત્તમ દાખલો બેસાડ્યો કે દીકરી પણ દીકરા સમાન હોય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!