Entertainment

ખુબજ ઓછા લોકો જાણે છે તારક મહેતા ના અબ્દુલ નું સાચું નામ શું છે ? એક વખત ૫૦ રૂપિયા ની કમાણી કરતો આ એક્ટર…

જે કોઈ માણસ પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે એ ફક્ત પોતાની મહેનત અને પરિશ્રમ નાં કારણે પહોંચે છે, અને સફળતા એમ નમ નથી મળી જતી, સફળતા પ્રાપ્ત કરવા માટે ગમે તે ક્ષેત્ર માં ખુબજ ભોગ આપવો પડે છે, અને ખાસ તો અભિનય જગત ની વાત કરીએ તો આ જગત માં પોતાનું સ્થાન ઉચ્ચું મેળવા અને નામના મેળવવા માટે દરેક વ્યક્તિ પોતાનું નસીબ આજ્માવતું હોઈ છે. પરંતુ જેની અદાકારી અને કલાકારી લોકોને પ્રેરિત કરે અને આકર્ષે તેવા જ વ્યક્તિ આ ફિલ્મી જગતમાં આગળ વધે છે, તેવીજ આજે આપણે વાત કરીએ તો “તારક મહેતા કા ઉલટા ચશ્માં” કે જે સીરીયલ નું નામ દુનિયા ભરમાં પ્રચલિત છે અને તેના કીરદારો પણ લોકોને ખુબજ પસંદ છે.

તેવા જ એક કિરદાર ની વાત કરીએ તો અબ્દુલ કે જેણે પોતાના કરિયર ની શરૂઆત ૫૦ રૂપિયા થી કરેલ હતી અને હાલ તે પોતે ૨ રેસ્ટોરન્ટ ના માલિક છે. “તારક મહેતા કા ઉલટા ચશ્માં” ના અબ્દુલ એટલે કે શરદ સાંકલા નો જન્મ ૧૯ જુન ૧૯૬૫ ના રોજ મુંબઈ માં થયો હતો, આ ઇન્ડસ્ટ્રીઝ માં જોડાવા માટે તેમણે ખુબજ સંઘર્ષ કર્યો હતો, એક સમય એવો હતો કે શરદ ભાઈ ફક્ત રૂ.૫૦ કમાતા હતા, અને કામ માંગવા માટે ઠેર ઠેર ભટકતા હતા, શરદ ના ફિલ્મ કરિયર ની વાત કરીએ તો તેમણે ૩૫ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, અને ઘણા બધા શો ઝ માં પણ તેમણે કામ કર્યું છે.

પરંતુ તેમણે તેમની વધુ ઓળખ બનાવવા માટે તેમણે વર્ષ-૧૯૯૦ માં એન્ટરતેન્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ માં ફિલ્મ વંશ સાથે ડેબ્યુ કર્યું હતું. અને આ ફિલ્મ માં ખુબજ રસપ્રદ પાત્ર ભજવ્યું હતું, તે હતું ચાર્લી ચેમ્પિયન ત્યારબાદ તેમણે ઘણી પ્રખ્યાત ફિલ્મો માં કામ કર્યું છે, જેમકે ખિલાડી, બાઝીગર, બાદશાહ જેવી મોટી ફિલ્મોમાં તેમણે સારું કાર્ય કરેલું છે. આ કામ કર્યા બાદ શરદ નો ખુબ કપરો સમય આવ્યો હતો, તે આઠ વર્ષ સુધી કામવિહોણા રહ્યા હતા, અને પ્રોડ્યુસર પાસે કામ માંગવા જતા હતા, પણ તેમને કોઈ નાનું કે મોટું કામ મળતું ન હતી. પછી થોડા સમય નિરાશ રહ્યા બાદ તેમને હાલની ફેમસ સીરીયલ તારક મહેતાકા ઉલટા ચશ્માં માં કામ મળ્યું હતું, અને તેમના નસીબ ખુલી ગયા હતા, અને આજસુધી તેમણે પાછુ વળી ને જોયું નથી, અને તેમની અદાકારી ને કલાકારી લોકોને ખુબજ પસંદ આવી છે, અને આ તેમનું કેરેક્ટર અબ્દુલ ખુબજ પ્રખ્યાત થયું છે. અને તે ખુબજ પ્રસિદ્ધ થયા હતા.

મહત્વની વાત કરીએ તો “તારક મહેતા કા ઉલટા ચશ્માં” ના પ્રોડ્યુસર આસિત કુમાર મોદી અને શરદ કે જે બંને કોલેજમાં એક જ બેચમાં હતા, તેથી આસિત તેમને વ્યક્તિગત રીતે જાણતા હતા. અને વ્યવસાયિક રીતે પણ જાણતા હતા, અને એક દિવસ આસિત કુમાર મોદીએ અબ્દુલ ના પાત્ર માટે તેમને પસંદ કર્યા હતા. અને હાલ શરદ સાંકલા અબ્દુલ ના નામે જાણીતા થયા છે.

અબ્દુલ ના ઘર પરિવાર ની વાત કરીએ તો તેમના પરિવાર માં તેમની પત્ની નામે પ્રેમિલા સાંકલા કે જે ગૃહિણી છે, અને તેમને બે સંતાન છે, જેમાં એક દીકરી ૧૮ વર્ષની છે કોલેજમાં અભ્યાસ કરે છે, અને એક દીકરો માનવ હાલ સ્કુલ માં ભણે છે. અને શરદ સાંકલા એટલે અબ્દુલ ને આ ઇન્ડસ્ટ્રીઝ માં આશરે  ૨૫ વર્ષ પુરા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!