ગુજરાતી લોકપ્રિય સિંગર ફરીદા મીર આ દેશ ના પ્રવાસે ! શેર કરી ખાસ તસ્વીરો, જુવો….
આપણે જાણીએ છે કે, ઉનાળાના સમયમાં દરેક ગુજરાતી કલાકારોએ વિદેશ પ્રવાસ પર વેકેશનની મોજ માણવા ગયા હતા, ત્યારે દરેક ગુજરાતી કલાકારોએ પોતાના આનંદ દાયક પળો સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ. ત્યારે હાલમાં જ ફરી એક વાર ગુજરાતી લોકપ્રિય સિંગર ફરીદા મીર પણ વિદેશ પ્રવાસ માટે ગયા છે, ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, આખરે ફરીદા મીર ક્યાં ફરવા ગયા છે જાણીએ.
આપણે જાણીએ છે કે, દરેક ગુજરાતી કલાકારો પોતાની અપડેટ્સ સોશિયલ મીડિયામાં પોતાના ચાહકવર્ગ સાથે કરે છે, ત્યારે હાલમાં જ ફરીદા મીર પણ પોતાના ફોટોઝ વાયરલ કરાવેલ અને કેપશનમાં જણાવેલ કે તેઓ હાલમાં USA માં વેકશન માણી રહ્યા છે, હાલમાં તેમને હેલિકોપ્ટરમાં બેસીને પોતાની તસ્વીરો અપલોડ કરી છે, આ તસવીરો હવાઈ ની છે. ફરીદા મીર ખૂબ જ ઉમદા કલાકાર છે, તેમના જીવન વિશે આપણે જાણીએ.
એક ભજન કલાકાર તરીકે જેને નામ રોશન કર્યું તે એટલે ફરીદા મીર. મૂળ પોરબંદર જિલ્લામાં મીર પરિવારમાં જન્મેલા ફરીદા મીર પણ ગાયકી ક્ષેત્રે અનોખું નામ બનાવ્યું. પિતા તરફથી મળેલા વારસાને વળગી રહેલા ફરીદા મીર ધોરણ દસ બાદ અભ્યાસ છોડી સંગીત ક્ષેત્રે આગળ વધ્યા હતા.જો કે સંગીતની સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પણ ફરીદા મીરનું યોગદાન અનેરૂ રહ્યું છે.
આજે તેઓ પોતાનું જીવન ખૂબ જ વૈભવશાળી રીતે પસાર કરી રહ્યા છે અને તેમને અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરેલો છે. માત્ર ભજનકલાકાર તરીકે નહી પણ અનેક ગીતો ગાયા છે,
જે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બનેલા.ધોરણ 10માં જ હતા એટલે કે, ત્યારે તેમની ઉંમર માત્ર 14 વર્ષની ઉંમરમાં જ ગાયિકી ક્ષેત્રમાં આગળ વધ્યા અને પિતા સાથે જાહેરમાં કાર્યક્રમમાં ગાવાનું શરૂ કર્યું.
ત્યારબાદ લગ્ન ગીતો પણ ગાવાનું શરૂ કર્યું. આજે ફરીદા મીર દેશ-વિદેશોમાં અભિનય કરનાર ફરીદા મિરે અનેકગણા ભજનો ગાય ને આપમેળે સફળતા મેળવી ને પોતાની સંપત્તિ બનાવી છે, ત્યારે તેઓ હાલમાં અમદાવાદમાં રહે છે. તેમનું ઘર ખૂબ જ આલીશાન અને વૈભવશાળી છે.