Gujarat

ફરિદા મીરએ ધૂમ મચાવી! એક જ પળમાં આખું સ્ટેજ રૂપિયાથી છલોછલ ભરાઈ ગયું, જૂઑ વીડીઓ..

ફરિદા મીર ગુજરાતની આન, બાન અને શાન છે. આપણે જાણીએ છે કે ફરિદા મીરને આ સફળતા રાતો રાત નથી મળી. જીવનમાં અનેક સંઘર્ષનો સામનો કરીને ફરિદાએ પોતાનું નામ અને સ્થાન બનાવ્યું છે. આજે દેશ વિદેશમાં તેમના કાર્યક્રમો થાય છે ને લોકોને ગુજરાતી ગીતોનું રસપાન કરાવે છે. હાલમાં જ ફરિદા મીરનો કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં ફીરીદાએ ધૂમ મચાવી દીધી હતી.

ફરિદા મીરના મુખેથી નગર મે જોગી આયા ભજન ખૂબ જ પ્રખ્યાત હતું આ જ ભજનને તેમણે ફરી એકવાર સ્ટેજ પર ગાયું અને સૌ કોઈના દિલ જીતી લીધા. હાલમાં જ યોજાયેલા લોક ડાયારામાં ફરિદા મીર પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ વીડીઓમાં જોઈ શકો છો કે, સ્ટેજ પર 10 રૂપિયાની નોટો થી ઢંકાયેલ છે.

ફરિદા મીર ઉપર આ રૂપિયાનો વરસાદ થતાં તેઓ પણ જાણે રૂપિયાની નદીમાં બેઠા હોય એવું લાગી રહ્યું છે. આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તમને એક વાત જણાવી દઈએ કે.આજના સમયમાં ગુજરાતી ગાયિકા કલાકારોમાં કિંજલ, ગીતાબેન, અલ્પાબેન, ઉર્વશીબેન જેવા અનેક કલાકરો ગુજરાતીઓના હૈયામાં રાજ કરી રહ્યા છે પણ એક સમય એવો હતો જ્યારે ગુજરાતી ગાયિકામાં ફરીદા મીરનું નામ મોખરે હતું.

 

View this post on Instagram

 

A post shared by Farida Mir (@the_faridamir)

મૂળ પોરબંદર જિલ્લામાં મીર પરિવારમાં જન્મેલા ફરીદા મીર પણ ગાયકી ક્ષેત્રે નામના ધરાવે છે. પિતા તરફથી મળેલા વારસાને વળગી રહેલા ફરીદા મીર ધોરણ દસ બાદ અભ્યાસ છોડી સંગીત ક્ષેત્રે આગળ વધ્યા હતા. જો કે સંગીતની સાથે સાથે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પણ ફરીદા મીરનું યોગદાન અનેરૂ રહ્યું છે. આજે તેઓ પોતાનું જીવન ખૂબ જ વૈભવશાળી રીતે પસાર કરી રહ્યા છે અને તેમને અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરેલો છે. માત્ર ભજનકલાકાર તરીકે નહી પણ અનેક ગીતો ગાયા છે, જે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બનેલા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!