રીક્ષા ચલાવનાર નુ એવુ મગજ ચાલ્યુ કે કરોડપતિ બિઝનેસમેન બની ગયા! એક સમયે ભુખ્યા રહી ને રાતો વિતાવી હતી…
કહેવાય છે ને કે,વ્યક્તિ ધારે તો કંઈપણ અશક્ય કાર્યને શક્ય કરી શકે છે.જીવનમાં કોઈપણ કાર્ય સફળ ન બને એવું અશક્ય છે જ નહીં. આજે અમે આપને જણાવીશું રીક્ષા ચલાવનાર વિશે જેને એવુ મગજ ચલાવ્યું કે કરોડપતિ બિઝનેસમેન બની ગયો! એક સમયે ભુખ્યા રહી ને રાતો વિતાવી હતી. ચાલો તેમની સફળતા વિશે જણાવીએ.આજનાં સમયમાં ખેતી કરીને નહીં પણ ખેતપેદાશમાંથી પણ કમાણી કરી શકાય છે. આ વાત હરિયાણાના રહેવાસી ધરમવીર કંબોજે સાબિત કરી અને એટલું જ નહીં, પોતાના દ્વારા બનાવેલ આધુનિક મશીનથી હજારો ખેડૂતોને રોજગારી પણ આપી.તેમનો પોતાનો બિઝનેસ આજે લાખોમાં છે અને તેઓ એક સફળ ઉદ્યોગસાહસિક અને ખેડૂત ટ્રેનર છે. અનેક મહિલાને રોજગારી આપી છે.
હરિયાણાના યમુના નગર જિલ્લાના દંગલા ગામનો રહેવાસી ધરમવીર કંબોજ વાર્ષિક 80 લાખથી 1 કરોડ રૂપિયાની કમાણી કરે છે, પરંતુ તે દિલ્હીની સડકો પર દિવસ-રાત રિક્ષા ચલાવતા હતા. પરંતુ તેમને આગળ વધવા ઓર્ગેનિક ખેતી શરૂ કરી.આ માટે એક મલ્ટીપર્પઝ પ્રોસેસિંગ મશીન બનાવ્યું છે, જેમાં અનેક પ્રકારની પ્રોડક્ટ્સ પ્રોસેસ કરવામાં આવે છે.આ મશીન વડે અમે એક કલાકમાં બે ક્વિન્ટલ એલોવેરાનો જ્યુસ બનાવીએ છીએ અને બાકીની છાલમાંથી અમે હેન્ડ વોશ, એલોવેરા જેલ જેવી પ્રોડક્ટ્સ પણ બનાવીએ છીએ.
આ મશીનની સાથે આમળા, જામફળ, સ્ટ્રોબેરી જેવા ઘણા ફ્લોનું પ્રોસેસીંગ થાય છે.સાથે ગાજર, આદુ, લસણનું પ્રોસેસિંગ પણ થાય છે.1.5 લાખ રૂપિયાના આ મશીનની પેટન્ટ પણ કરવામાં આવી હતી. આ મશીનનો ઉપયોગ શાકભાજીની છાલ ઉતારવા, કાપણી કરવા, ઉકાળવા અને રસ બનાવવા માટે થાય છે. વર્ષ 2010માં નેશનલ ફાર્મ સાયન્ટિસ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા. માત્ર તુલસીનું તેલ, સોયાબીનનું દૂધ, હળદરનો અને ગુલાબજળ, જીરું તેલ, પપૈયા અને જામુન જામ વગેરે તૈયાર કરે છે. જામફળનો રસ કાઢવા ઉપરાંત તેઓ આઈસ્ક્રીમ અને જામફળની ટોફી પણ બનાવે છે.
વર્ષ 2013 માં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર કંબોજે જણાવ્યું હતું કે તેમનું મશીન સિંગલ ફેઝ વીજળી પર ચાલે છે અને તેમાં મોટરની ગતિને નિયંત્રિત કરવાની સિસ્ટમ પણ છે જેથી તેનો જરૂરિયાત મુજબ ઉપયોગ કરી શકાય. તેઓએ અત્યાર સુધીમાં 250 મશીન વેચ્યા છે. જેમાંથી 20 મશીન આફ્રિકાને અને આઠ નેપાળને આપવામાં આવ્યા છે. મોટાભાગના મશીનો સેલ્ફ સેલ્ફ ગ્રુપને વેચી દેવામાં આવ્યા છે.
તેણે વેજીટેબલ કટર મશીન પણ વિકસાવ્યું છે, જે એક કલાકમાં 250 કિલો શાકભાજી કાપી શકે છે. આ ઇલેક્ટ્રિક મશીનની કિંમત 6,000 રૂપિયા રાખવામાં આવી છે. તેણે ફળો, શાકભાજી, એલચી અને શાક સૂકવવા માટે ઓછી કિંમતનું મશીન પણ વિકસાવ્યું છે. ધર્મવીર કંબોજે કહ્યું કે તેઓ સ્વ-સહાય જૂથોની મહિલાઓને ઘરેલુ સ્તરે ફૂડ પ્રોસેસિંગ માટે મફત તાલીમ આપે છે અને અત્યાર સુધીમાં દેશમાં 4,000 મહિલાઓને તાલીમ આપવામાં આવી છે. તેના બિઝનેસ સાથે 35 મહિલાઓ પણ જોડાયેલી છે.