India

ખેડુતની મહેનત રંગ લાવી ! નાના એવા ગામડા ના યુવાને એવી મહેનત કરી IAS ઓફિસર બની ગયો….

જીવનમાં બધું જ નસીબ થી નથી મળતું! સફળતા હોય કે સંપત્તિ દરેક વસ્તુઓ મહેનત થી જ મળે છે. કૃષ્ણ ભગવાને કહ્યું છે, તારા કરેલા કર્મનું ફળ તને અવશ્ય મળશે. આજે અમે આપને એક એવા જ વ્યક્તિની કહાની વિશે વાત કરીશુ. જેના ભાગ્યમાં IAS બનવાનું લખ્યું નાં હતું એવા વ્યક્તિ એ પોતાનું ભાગ્ય જાતે ઘડ્યું અને ઓલ ઈન્ડિયા રેંક 316 મેળવીને આઈએએસ અધિકારી બન્યા. ચાલો આ યુવાની સફળતા વિશે જણાવીએ.


નવજીવન પવાર મહારાષ્ટ્રના નાસિકના એક નાના ગામમાં રહે છે.નવજીવન પવારના પિતા ખેડૂત છે અને તેઓ અભ્યાસ દરમિયાન પિતાની મદદ માટે ખેતરમાં કામ પણ કરતા હતા. આ ઉપરાંત નવજીવન ખેતરોમાં હળ પણ ચલાવતા હતા પરંતુ તેમનું સપનું હતું કે દીકરો જીવનમાં સફળ થાય અને મોટો આધિકારી બને. નવજીવને બાળપણમાં ખુબ સંઘર્ષ કરવો પડ્યો. તેઓ બાળપણથી જ અભ્યાસમાં સારા હતા અને ધોરણ 12 બાદ સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી.


એન્જિનિયરિંગની ડિગ્રી લીધા બાદ નવજીવન પવારે યુપીએસસી પરીક્ષાની તૈયારી કરવાનો નિર્ણય લીધો. જેના માટે પિતાએ સપોર્ટ કર્યો અને તૈયારી માટે દિલ્હી મોકલી દીધા.દિલ્હીમાં તેમના ટીચર એકવાર જ્યોતિષી પાસે લઈ ગયા. જ્યોતિષીએ તેમને કહ્યું હતું કે 27 વર્ષની ઉંમર પહેલા તેઓ આઈએએસ બની શકશે નહીં. આ વાતને ખોટી સાબિત કરવા તેને આ પરીક્ષાને પાસ કરવા મહેનત ચાલુ કરી.

યુપીએસસી પરીક્ષાના લગભગ એક મહિના પહેલા નવજીવન પવારને ડેંગ્યુ થઈ ગયો અને તેમની તબિયત એટલી બગડી ગઈ કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાહોસ્પિટલમાં દાખલ થવા છતાં અભ્યાસ ચાલુ રાખ્યો. તેમનો જુસ્સો જોઈને ડોક્ટરો પણ ચોંકી ગયા. નવજીવન કહે છે કે હોસ્પિટલમાં એક હાથ પર ડોક્ટર ઈન્જેક્શન લગાવી રહ્યા હતાં અને મારા બીજા હાથમાં પુસ્તક હતું

 

બીમારી સામે લડીને નવજીવન પવારે પહેલા જ પ્રયત્નમાં પ્રીલિમ્સ ક્લિયર કરી. નવજીવન કહે છે કે રિઝલ્ટ આવ્યા બાદ ઈન્ટરવ્યુની તૈયારી કરવા લાગ્યો. તે સમયે મારા મનમાં ખ્યાલ આવ્યો કે જ્યારે કોઈ મારું ભવિષ્ય જણાવી શકે છે તો હું મારું ફ્યૂચર કેમ ન બદલી શકું. આખરે નવજીવનને સફળતા મળી આજે તે આઈએએસ તરીકે પોતાની ફરજ બજાવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!