Gujarat

દીકરાનું સપનું પૂરું કરવા પિતાએ ઘર વેચ્યું, પેટ્રોલ પંપ નોકરી કરી અને આખરે દિકરા 23 વર્ષની વયે IAS ઓફિસર બન્યો…

ભગવાને દરેક વ્યક્તિને પોતાની અંદર કંઈક આવડત આપી જ હોય છે, જેના દ્વારા તે જીવનમાં ખૂબ જ સફળતા મેળવી શકે છે. કહેવાય છે ને કે, સપનાઓ બંધ આંખે જોઈએ તો તેને સાકાર કરવા ખુલી આંખે એ સપના પાછળ અથાગ પરિશ્રમ થકી ભાગવું પડે છે. ભગવાન ક્યારેય કોઈને ગરીબ નથી બનાવતો કે ન તો અમિર. વ્યક્તિ ઈચ્છે તો એ શૂન્યમાંથી સર્જન કરી શકે અને ઈચ્છે તો જે છે તેની પાસે એને શૂન્યમાં પરિવર્તન કરી શકે. આજે અમે આપને એક એવા યુવકની વાત જણાવીશું જેને પોતાની આર્થિક પરિસ્થિતિનો સામનો કરીને જીવનમાં સફળતાનાં શિખરો સર કર્યા.

આપણે જાણીએ છે કે, યુપીએસસી ની પરીક્ષા ખૂબ જ કઠિન છે. હાલમાં જ એક યુવકે ખૂબ જ નાની વયે સફળતા મેળવી.વાત જાણે એમ છે કે,સિવિલ સર્વિસ પરીક્ષામાં વર્ષ 2019 માં 26 મોં રેન્ક મેળવનાર પ્રદીપ સિંહની કહાની લોકો માટે પ્રેરણારૂપ બન્યો છે. પ્રદીપ સિંહ મૂળ બિહારના ઈંદોરના રહેવાસી છે. સાધારણ પરિવારમાં જન્મેલા આ વ્યક્તિએ માત્ર 23 વર્ષની ઉંમરમાં સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી લીધી છે.

પ્રદીપ સીંગ માત્ર 22 વર્ષની ઉંમરમાં જ આઈઆરએસ બની ગયા હતા. પરંતુ તેમનું સપનું આઈએએસ બનવાનું હતું. જેથી તેમણે તનતોડ મહેનત કરીને આ સફળતા પ્રાપ્ત કરી. તેઓ બીજા પ્રયાસમાં આઈએએસ બનવામાં સફળ થયા.જો યોગ્ય વ્યૂહરચના બનાવી તૈયારીમા કરવામાં આવે તો આસાનીથી આ પરીક્ષા પાસ કરી શકાય છે.પ્રદીપ સિંહ જણાવે છે કે તેમણે અહીંયા સુધી પહોંચવા માટે ખુબ કઠિન પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તેઓ પહેલા પ્રયાસમાં આઈઆરએસ બન્યા હતા. જેથી તેમણે બીજી વાર પોતાની ભૂલ સુધારી અને ખુબ પ્રયાસ કર્યો.

આખરે બીજા પ્રયાસમાં તેમણે 26 મો રેન્ક હાંસલ કર્યો અને માટે 23 વર્ષની ઉંમરમાં આઈએએસ ઓફિસર બન્યા. ખૂબ જ સાધારણ ;પરિવારમાંથી આવતા પ્રદીપ સિંહના પિતા મનોજ સિંહ પેટ્રોલ પમ્પમાં નોકરી કરતા હતા. પ્રદીપ સિંહ આઈએએસ અધિકારી બનવા માંગતા હતા. પરંતુ આ માટે તેમને દિલ્હી જઈને તૈયારી કરવી હતી. જેથી તેમને પિતાએ પોતાના પુત્રને ભણાવવા માટે ઘર પણ વેંચી દીધું હતું. ઉપરાંત તેમની માતાના ઘરેણાં પણ વેંચાઈ ગયા હતા. પ્રદીપ સિંહે રાત દિવસ મહેનત કરીને પરીક્ષા પાસ કરી. આઈએએસ અધિકારી બનીને તેમણે માતા પિતા અને દેશનું નામ રોશન કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!