સગો બાપ જ બન્યો હેવાન! આવા નજીવા કારણે 6 વર્ષની દીકરીને જમીન પર પટકારી દીધી, કારણ જાણીને હોંશ ઉડી જશે…
આપણા સમાજમાં આજે પણ દીકરીઓને એટલું માન સન્માન નથી મળતું, જ્યારે મહિલાઓ પણ પુરુષો કરતાં પણ વધારે આગળ નીકળી ગઈ છે. હાલમાં જ એક એવો બનાવ બન્યો છે, જે ખૂબ જ શરમજનક છે. તમને જાણીને નવાઈ લાગશે કે, એક સગા બાપે પોતાની જ 6 મહિનાની દીકરીને જમીન પર પછાડી દીધી. હાલમાં આ બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સાબીર શેખની પત્નીએ 6 મહિના પહેલા દીકરીને જન્મ આપ્યો હતો અને તેનું નામ માયરા છે. આ પહેલા પણ તેમને એક દીકરી છે. તેનું નામ અલીના છે. બીજી પણ દીકરી જન્મતા સાબીર નારાજ હતો અને તે કહેતો કે મને દીકરી નથી જોઈતી મને દીકરો જોઈએ છે. આ કારણે પોતાની પત્નીને પિયરેથી લઈ જવાની પણ ના પાડતો હતો
શનિવારે રાત્રે સાબીર જમીલાને મળવા માટે સંજયનગર ગયો હતો. જમીલા સાબીરની સાથે જવા માંગતી હતી તેથી તેમની વચ્ચે ઝગડો થયો હતો. સાબીરે બંને દીકરીઓને જમીન પર પછાડી હતી. ત્યાર બાદ સાબીર ત્યાંથી જતો રહ્યો હતો. રાત્રે માયરાની માસી મેરાજ માયરાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ દાખલ કરેલ.
અલીનાને સામાન્ય ઇજા છે. હાલ માયરાની તબિયત પણ સારી છે. આ બાબતે ઉધના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરએચ.એમ.આચાર્યએ જણાવ્યું હતું કે સાબીર અને જમીલાને ઝગડો થયો ત્યારે બંને હાથમાંથી છટકી ગઈ હતી. આ બનાવ અંગે સૌથી ચોંકાવનારી વાત એ છે કે, સાબીર જમીલા વચ્ચે સમાધાન થઈ જતાં જમીલા એ પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ન હતી.