હત્યારા ફેનીલ ગોયાણીએ ગ્રીષ્માના પરીવારજનો પર ગંભીર આરોપો લગાડતા કહ્યુ કે “મારા પરીવાર ને…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં આપણા રાજમાં અનેક અમાનીવય ઘટનાઓ થાય છે કે હાલમાં રાજમાં થયેલા વિવિધ હત્યા ના બનાવ ને લઈને આખું રાજ્ય હસીમચી ગયું છે. તેવામાં રાજ્યની પ્રજામાં શોક ની લાગણી છે. આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લોકો જાહેરમાં હથિયાર લઈને નીકળી પડે છે અને તેમના માટે મનુસ્ય જીવનનું જાણે કોઈ મહત્વ ના હોઈ તેમ લોકોની ધોળા દિવસે હત્યા કરી મૂકે છે, આવા લોકોમાં જાણે પોલીસ અને પ્રશાસન નો ડર રહ્યોજ ન હોઈ તેવું લાગે છે. તેવામાં જ્યાં એક તરફ અમદાવાદ ના ધંધુકા માં થયેલ કિશન ભરવાડની હત્યાના દુઃખ માંથી રાજ્ય બહાર નહોતું આવ્યું ત્યાં ફરી એક વખત હત્યાને લઈને આવો જ બનાવ સુરતથી સામે આવ્યો હતો.
આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામમાં આવેલા પાસોદરા પાટિયા પાસે આવેલ લક્ષ્મીધામ સોસાયટીનો છે કે જ્યાં ગ્રીષ્માં નામની હત્યા કરવામાં આવી હતી. ગ્રીષ્માંને છેલ્લા એક વર્ષથી ફેનિલ નામનો યુવક હેરાન કરતો હતો. અને એક દિવસ તે ગ્રીષ્માં ના ઘરે પહોંચી ગયો અને ગ્રીષ્માં ના ઘરની સામે હુલ્લડ કરવા લાગ્યો આ બાબત ને લઈને ગ્રીષ્માં ના પરિવારે વિરોધ કર્યો તો ફેનિલે ચાકુ વડે ગ્રીષ્માં કાકા પર હુમલો કર્યો કાકાને બચાવવા જતા ફેનિલે ગ્રીષ્માંના ભાઈ પર પણ હુમલો કર્યો. ઘટના અંગે માહિતી મળતા જયારે ગ્રીષ્માં ઘરની બહાર આવી ત્યારે આરોપી ફેનિલે તેને પણ બાથમાં લીધી અને જાહેરમાં જ તેનું ગળું કાપીને નિર્દયીતા થી હત્યા કરી.
ગ્રીષ્માં ની હત્યા ને લઈને હાલમાં આખા રાજ્યમાં શોકનો માહોલ છે, અને સૌ કોઈ આરોપી ફેનિલને કડક સજા મળે તેવી માંગ કરી રહ્યા છે. જો કે ગ્રીષ્માં ની હત્યા કર્યા બાદ ફેનિલે ઝેરી દવા પીને પોતાના હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને હોસ્પિટલ લઇ જઈને બચાવી લેવામાં આવ્યો હતો જે બાદ હાલમાં ફેનિલ પોલીસ ની પકડ માં છે. પોલીસ દ્વારા પૂછતાછ માં ફેનિલે ચોંકાવનાર ખુલાસો આપ્યો છે. સૌ પ્રથમ જો વાત ગ્રીષ્માં અને ફેનિલ ની મુલાકાત અંગે કરીએ તો મળતી માહિતી અનુસાર ગ્રીષ્માં અને ફેનિલ ની ઓળખ ગ્રીષ્માંના મિત્ર પવન કળથિયા દ્વારા કરાવવામાં આવી હતી.
જે બાદ બંને એક બીજા સાથે મેસેજમાં વાત કરવા લાગ્યા અને ઘણી વખત મળતા પણ હતા. ફેનિલે જણાવ્યું કે 22 ડિસેમ્બર ના રોજ ગ્રીષ્માં જન્મ દિવસે બંને ફરવા પણ ગયા હતા. જે બાદ એક વર્ષ પહેલા ગ્રીષ્માંનો ફોન ખરાબ થતા તેણે જૂનો ફોન રિપેરમાં આપી અને નવો ફોન લીધો જો કે જૂનો ફોન રીપેર થઇ જતા તે ફોન ગ્રીષ્માં ના મામા ના હાથમાં આવ્યો અને તેમને ગ્રીષ્માં અને ફેનિલ ની તસ્વીર જોઈ લેતા તેમના પ્રેમ સંબંધ નો ખુલાસો થયો આવી બાબત ફેનિલે જણાવી.
ફેનિલે વધુમાં કહ્યું કે પરિવાર ના લોકોને આ બાબત અંગે જાણ થતા ગ્રીષ્માંએ મને મેસજ કે વાત કરવાની ના કહી અને પોતે મેસેજ કરશે તેવું જણાવ્યું. જે બાદ ગ્રીષ્માં ના કાકા અને મામા ગ્રીષ્માં સાથે અમરેલીની JZ કોલેજ પાસે ગયા અને ફેનિલને પણ ત્યાં બોલાવ્યો અને બંનેને પ્રેમ સંબંધ છોડી દેવા સમજાવ્યું. અને ફેનિલને ધમકી આપીકે તે લફડું નહિ છોડે તો વારો પડી જશે. જો કે ફેનિલે ગ્રીષ્માં ના કાકા અને મામા ને પોતાના અને ગ્રીષ્માંના લગ્ન કરાવવા અંગે કહ્યું પરંતુ તેઓ માન્ય નહિ અને ફેનિલને પોતાના ઘરે લઇ જવા અને તેના માતા પિતા સાથે વાત કરાવવા કહ્યું જો કે આબરૂના ડરથી ફેનિલ માન્યો નહિ.
વધુમાં ફેનિલે જણાવ્યું કે આ ઘટના બાદ તેની અને ગ્રીષ્માં વચ્ચે મેસેજમાં વાતો શરૂ રહી તેવામાં દિવાળી ના સમયમાં ફેનીલનાં કાકા પર એક ફોન આવ્યો કે ફેનિલ ગ્રીષ્માં નામની યુવતીને હેરાન કરે છે,આ અને તેના મામાએ ફેનિલને હીરા બાગ સર્કલ પાસે મળ્યા બોલાવ્યો છે, જે બાદ ફેનિલ પોતાના ભાઈ સાથે હીરા બાગ સર્કલ ગયો અહીં ગ્રીષ્માં ના મામાએ ફેનીલનાં ફોનમાંથી તેના અને ગ્રીષ્માં ના ફોટાઓ તથા મેસેજો ડીલીટ કરાવ્યા. તેણે વધુમાં કહ્યું કે એક દિવસ 5 થી 7 લોકો મારા (ફેનીલનાં) ઘરે આવ્યા અને મને પૂછ્યું કે તારું નામ ફેનીલ છે. જે બાદ તે લોકોએ મને (ફેનિલ)ને લાફો માર્યો જોકે જવાબમાં ફેનિલે પણ તેને લાફો માર્યો. જે બાદ આ લોકોએ મારા (ફેનિલ) ના માતા પિતાને પણ માર્યા આ વાત ફેનિલને લાગી આવી ઘટના બાદ ગ્રીષ્માંએ પણ ફેનિલ સાથે વાત કરવાનું છોડી દીધું જે બાદ તેણે આવું પગલું ભર્યું આવું નિવેદન પોલીસ સમક્ષ ફેનિલે આપ્યું.
