Gujarat

ગ્રીષ્માનાં ભાઈએ કોર્ટમાં આપી ફેનીલ સામે આપી એવી જુબાની, ઘટના અંગે બોલતા જ આંખો ભીની થઇ, કહ્યું જે બહેન બચાવું એ પહેલાં જ…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગ્રીષ્મા હત્યા કેસનું નિવારણ હજુ પણ નથી આવ્યું. જ્યારે ફેનીલને કોર્ટમાં હાજર કરવામાં આવેલ ત્યારે પણ ફેનીલ પોતાનો ગુન્હો કબૂલ કર્યો ન હતો. કહેવાય છે ને કે, આપણી ન્યાય પ્રણાલીમાં તમામ સબુતો અને ગવાહોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે છે. હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે, જેમાં ગ્રીષ્માનાં ભાઈની જુબાની લેવામાં આવી હતી. આ જુબાણીમાં ગ્રીષ્માનાં ભાઈ જે નિવેદન આપ્યું છે, તે જાણીને તમેં સૌ કોઈ ચોકી જશો.

સુરત શહેર ગુજરાતનું સૌથી નામદાર અને પ્રતિષ્ઠ શહેર છે, જ્યાં અનેક ઉદ્યોગપતિઓ અને નેતાઓ રહે છે, એવા આ શહેરમાં ધોળે દિવસે જાહેરમાં હત્યા થઈ ગઈ, ત્યારે સુરક્ષા મુદ્દે અને માનવતા રૂપે અનેક સવાલો ઉત્તપન્ન થાય. આ સ્વાભાવિક છે. આ ઘટનાનાં અંગે ગ્રીષ્માનાં ભાઈએ શું નિવેદન આપ્યું તે અંગે આપને જણાવીએ તો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,ફેનિલ ગોયાણી સામે કેસમાં મંગળવારે ફરિયાદી ભાઇની જુબાની લેવાઈ હતી.

સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા સમક્ષ હત્યા અગાઉનું અને હત્યા બાદનું સમગ્ર ચિત્ર ગ્રીષ્માના નાના ભાઈએ કોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું. ઘટનાને શબ્દો વડે તાજી કરતા ભાઇનું દિલ ભરાય ગયુ હતું. આંખમાં આંસુઓ આવી ગયા હતા. સ્વાભાવિકપણે આંસુઓ કોઈપણ ને આવી શકે છે. જે ભાઈ પોતાની સગી બહેનને નજર સમક્ષ આવી રીતે મરતા જોઈએ એ ભાઈનું હદય આ આઘાત કંઈ રીતે સહન કરી શકે.

ગ્રીષ્માનાં ભાઈ એ કહ્યું કે, આરોપી જ્યારે સોસાયટીના નાકે ઊભો હતો ત્યારે તેને સમજાવવા ગયો તો ચપ્પુ પેટમાં મારવા જતા હું બચી ગયો, પછી તેણે ગ્રીષ્માને પકડી લીધી. અમે બચાવવા જાય એ પહેલાં ચપ્પુ ફેરવી દીધું હતું. હવે બુધવારે વધુ 4 સાક્ષી ચકાસાશે. ખરેખર આ ઘટનાએ ગુજરાતને હચમચાવી દીધું હતું અને સૌ કોઈ દીકરીને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા હતા પરંતુ હાલમાં તેનું પરિણામ આપણી નજર સમક્ષ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!