Entertainment

એક સમય ના ગુજરાતી ફિલ્મ ના મશહૂર વિલન અને દિગ્ગજ એક્ટર ફિરોઝ ઈરાની હાલ શુ કરે છે જાણો તેમની આ અજાણી વાતો તમે નહી…

ગુજરાતી સિનેમામાં એવા ઘણા કલાકારો છે, જેઓ આજે ભલે અભિનયક્ષેત્ર સાથે જોડાયેલ ન હોય પરતું એ સમયનાં લોકો આજે પણ તેમને ભૂલી નથી શક્યા. આજે આપણે એક એવા જ કલાકાર ની વાત કરીશું જેઓ ગુજરાતી સિનેમાના અમૂલ્ય રત્ન સમાન છે. આમ તો કોહિનૂર કહીએ તો પણ ખોટું  નથી કારણ કે, ગુજરાતી સિનેમામાં ફિરોઝ ઇરાની એક જ માત્ર એવા કલાકાર છે, જેઓ એ મુખ્યત્વે દરેક ફિલ્મોના વિલેનનું પાત્ર ભજવ્યું હોય.

ગુજરાતી સિનેમાની ફિલ્મની પટકથા કોઈપણ હોય પરંતુ તે ફિલ્મમાં ફિરોઝ ઇરાણીની જ પસંદગી થતી હતી. આજે આપણે તેમના જીવન સાથે જોડાયેલ દરેક વાતો વિશે જાણીશું કે, કંઈ રીતે તેમના જીવનમાં સફળતાનાં શિખરો સર કર્યા. ચાલો આપણે જાણીએ કે, ફિરોઝ ઇરાની કંઈ રીતે ફિલ્મ જગતમાં પ્રવેશ મેળવ્યો. હાલમાં ફિરોઝ ઇરાની અભિનયક્ષેત્ર સાથે જોડાયેલ છે અને ગુજરાતી ધારાવાહિક મોટી બાની નાની વહુમા જોવા મળી રહ્યા છે.

ફિરોઝ ઈરાની હાલ મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં રહે છે. તેઓ મુંબઈમાં જ જન્મ્યા અને મોટા થયા છે. જો કે, તેમને ગુજારાતી ફિલ્મો સાથે બહુ લગાવ રહ્યો છે.પર્સનલ લાઈફની વાત કરીએ તો ફિરોઝ ઈરાની દાદા બની ચૂક્યા છે. તેમને બે પુત્રો છે. જેમાંથી એક પુત્ર અભિષેક ઈરાની હાલ સ્વિટ્ઝર્લેન્ડમાં સ્થાયી થઈ ચૂક્યો છે, અને તેને બે બાળકો પણ છે. તો બીજા પુત્ર અક્ષત ઈરાની મુંબઈમાં જ છે. અને અક્ષતને ફિરોઝ ઈરાની ગુજરાતી ફિલ્મથી લોન્ચ કરેલ.

ઉલ્લેખનીય છે કે ફિરોઝ ઈરાનીના પિતા ફરેદુન ઈરાની નાટક કંપની ચલાવતા હતા. એફ આર ઈરાની તરીકે જાણીતા ફરેદુન ઈરાનીની લક્ષ્મી કલાકેન્દ્ર નામે ડ્રામા કંપની હતી. જેનાથી જ ફિરોઝ ઈરાનીએ એક્ટિંગની શરૂઆત કરી હતી. 8 વર્ષની ઉંમરે તેમણે છોરુ કછોરું નામના નાટકમાં કામ કર્યું હતું. અને 1967માં 17 વર્ષની ઉંમરે ‘ગુજરાતણ’ નામની ફિલ્મથી વિલન તરીકે ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો હતો. જેમાં વિજય દત્ત હીરો હતા અને અરૂણા ઈરાની હિરોઈન હતા. બસ પછી તો ફિરોઝભાઈ પોતાની કરિયરમાં સંખ્યાબંધ હિટ ફિલ્મો આપી ચૂક્યા છે.

ગુજરાતી ફિલ્મોમાં વિલન તરીકે જબરજસ્ત ઓળખ બનાવી. નરેશ કનોડિયા હોય કે ઉપેન્દ્ર ત્રિવેદી, એક સમય એવો હતો કે લીડ એક્ટર, હીરો બદલાય પરંતુ વિલન તરીકે તો ફિલ્મમં ફિરોઝ ઈરાની જ હોય. અને ફિરોઝ ઈરાનીને સ્ક્રીન પર જોઈને ડર પણ લાગે. જો કે રિયલ લાઈફમાં ફિરોઝ ઈરાની ખૂબ જ અલગ છે. રિયલ લાઈફમાં આપણા આ પારસી અદાકાર સિમ્પલ છે, જોલી છે. આજે 70 વર્ષની વયે પણ તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે.

ફિરોઝ ઇરાનીનાં અંગત જીવનની ખાસ વાત કરીએ તો ફિરોઝ ઇરાની પ્રેમ લગ્ન કરેલા અને તેમનાં પત્નીનું નામ કામાક્ષી છે.  તમને જાણીને નવાઈ લાગશે કે, કામાક્ષી ડાન્સર હતાં અને તેઓ જ્યારે નવરાત્રિમાં ગરબા રમતા ત્યારે તેમને જોવા માટે ખાસ ફિરોઝ ઈરાનીઆવતા હતાં. સતત દોઢ વર્ષ સુધી કામાક્ષીને મનાવવાનો પ્રયાસ કર્યો હતો અને પછી તેણે લગ્ન માટે હા પાડી હતી. તેને હા પાડવામાં એટલે વાર લાગી કે તેને ખબર હતી કે હું પડદાં પર વિલનના રોલ કરું છું.

ફિરોઝ ઈરાનીએ 549 જેટલી ફિલ્મ્સ કરી છે. તેમણે વિલનથી જ કરિયરની શરૂઆત કરી હતી. ફિરોઝ ઈરાનીની 1969માં ‘જીગર અને અમી’ બીજી ફિલ્મ હતી. આ ફિલ્મમાં તેમણે સંજીવ કુમારના ભાઈનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં તેમણે પોઝિટિવ રોલ પ્લે કર્યો હતો.તેમજ 1972માં ફિરોઝ ઈરાનીની અરવિંદ ત્રિવેદી સાથેની ફિલ્મ ‘વીર રામવાળો’ આવી હતી. આ ફિલ્મમાં ફિરોઝે ડાકુનો રોલ પ્લે કર્યો હતો અને બોક્સ ઓફિસ પર ફિલ્મ હિટ રહી હતી.

1981માં ફિરોઝ ઇરાની ફિલ્મના પ્રીમિયર માટે અસરાની સાથે સ્ટેજ પર હતા ત્યારે એક વૃદ્ધ સ્ત્રી આવી અને તેમણે થમાંથી ચંપલ કાઢીને ફિરોઝ ને મારવા માટે કાઢ્યું હતું. એ સ્ત્રીની ફરિયાદ હતી કે ફિરોઝ ઇરાની દરેક ફિલ્મમાં મહિલાઓની સાડી કેમ કાઢી નાખે છે. આયોજકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફિરોઝ એ તેમને ના પાડી હતી અને મારી નજીક આવવા દેવાનું કહ્યું હતું. જ્યારે  મહિલા ફિરોઝ ની નજીક આવી તો મેં તરત જ હાથ જોડીને રામ રામ કરવા લાગી કારણ કે તેમને ફિરોઝનો સ્વભાવ સારો લાગ્યો. મહિલાનો ગુસ્સો એકદમ શાંત થઈ ગયો હતો. સમજાયું કે આ માત્ર તેમનું કામ છે અને તે ફિલ્મમાં માત્ર પાત્ર ભજવે છે.

ફિલ્મના શૂટિંગ દરમિયાન  ફિરોઝ ઇરાની સાથે એક ભયંકર ઘટના બની હતી. તેમની પ પાછળ પેટ્રોલ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આગની જ્વાળાઓમાં તેમના વાળ બળી ગયો હતો. આ બહુ જ ભયાનક હતું. 1981માં આવેલી ફિલ્મ ‘નસીબદાર’ પણ મારા કરિયર માટે લેન્ડમાર્ક સાબિત થઈ હતી.હવે તેમમાં રોજિંદા જીવનની વાત કરીએ તો ફિરોઝ ઇરાનિને ણ દાળઢોકળી બહુ જ ભાવે છે. તેમાં પણ તેમના પત્નીના હાથની દાળ ઢોકળી તેમની ફેવરિટ છે. તેમના મતે, તેમની પત્ની દાળ ઢોકળી બહુ જ મસ્ત બનાવે છે. ખાસ કરીને તેમના સ્વાસ્થ્યની તકેદારી રાખવા માટે ડાયટ પ્લાન પણ ફોલો કરે છે.

ફિરોઝ ઇરાનીનું જીવન હાલમાં ખૂબ જ વૈભવશાળી અને આરામદાયક છે, તેઓ આ ઉંમરે પણ અભિનય સાથે જોડાયેલ છે. તેમણે માત્ર ફિલ્મોમાં કામ જ નથી કર્યું પરતું તેઓ ફિલ્મ નિર્માતા પણ રહ્યા છે, જે રીતે બોલિવુડનાં કલાકારો પોતાના સંતાનોને લોન્ચ કરે છે તેવી જ રીતે ફિરોઝ ઇરાની પોતાના દીકરા અક્ષત ઇરાનીને ગુજરાતી ફિલ્મ મિસ્ટર કલાકાર દ્વારા કર્યો અને આ ફિલ્મ તેમણે પણ અભિનય કરેલો. ખરેખર તેમણે પોતાની કારકિર્દી દરમિયાન અનેક ફિલ્મો માટે પુરસ્કાર મેળવેલ છે અને ગુજરાતી સિનેમામાં તેમનું યોગદાન બહુ જ અમૂલ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!