Gujarat

પોણા કરોડની વ્હેલ માછલીની ઉલટી આ શહેરમાં પ્રથમ વખત પકડાઈ! પોલીસે 6 લોકોની કરી ધરપકડ…

ગુજરાતમાં દિવસે ને દિવસે ગુન્હાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે હાલમાં જ આણંદમાં પ્રથમ વખત વ્હેલ માછલીની ઉલટી સાથે ટોળકી પકડવામાં આવી. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે. તમને જાણીને આશ્ચય થશે કે, આખતે કંઈ રીતે આ ટોળકી પકડવામાં આવી. ચાલો આ ઘટના અંગે અમે આપને વિગતવાર માહિતી આપીએ, જેથી કરીને તમે જાણી શકો કે આ ગુનેગાયો કંઈ રીતે પકડાયા.

દિવ્યભાસ્કના અહેવાલો મુજબ જાણવા મળ્યું હતું કે,
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા  આરોપીને ઝડપાવમાં આવ્યા હતાં વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) ની માત્રા સાડા સાત સો ગ્રામ છે અમે આ એમ્બરગ્રીસની કિંમત 73.60 લાખ થવા જાય છે. આ એમ્બરગ્રીસ ખંભાતના શખ્સ પાસેથી લઇ આણંદના શખ્સને વેચવા જઇ રહ્યું હતું.

આરોપીઓ બહાર ગામથી કેટલાક શખ્સ એક ગ્રે કલરની કારમાં વ્હેલ માછલીની ઉલટી વેચવા માટે આણંદ આવી રહ્યાં છે. આ બાતમી આધારે પોલીસે 80 ફુટના રોડ પર પ્રાપ્તિ સર્કલ પાસે વોચ ગોઠવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે,કારમાં તલાસી લેતાં તેમાં પાછલની સીટ પર પ્લાસ્ટીકની થેલીમાં બે ટુકડા મળઈ આવ્યાં હતાં.

ખરીદ વેચાણ પર પ્રતિબંધ હોવાથી સઘન પુછપરછમાં કોઇ આધાર પુરાવા રજુ કરી શક્યા નહતાં. આથી, છ શખ્સની અટક કરી તેમની વધુ તપાસ અર્થે આણંદ વન વિભાગને સોંપવામાં આવ્યાં છે.આ કેસમાં એસઓજીએ શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ કિંમત રૂ.76.60 લાખ, મોબાઇલ ચાર, કાર મળી કુલ રૂ.76.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!