Gujarat

ખંભાતના ના દરિયામાં માછીમારોને મળી એવી દુર્લભ વસ્તુ કે હવે સૌ કોઈ બોલી રહ્યું છે “જય ભોલે…10 માણસોથી ન ઉંચકી શકે એવી શિવલિંગ પાણીમાં તરતી હતી??

હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો પરથી જાણવા મળ્યું છે કે કાવી ગામના માછીમારોને એક તરતું શિવલિંગ મળી આવ્યું છે, વોચ ગુજરાતના અહેવાલ પ્રમાણે માહિતી મળી છે કે, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી-કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાનથી થોડે દૂર આવેલ ધનકા તીર્થ અખાત બંદરેથી આ દિવ્ય શિવલિંગ મળી આવ્યું. આ શિવલિંગ મળતાની સાથે જ ભાવિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.

આ શિવલિંગ કઈ રીતે મળ્યું તે અંગે જાણીએ : રોજ ની જેમ જ કાવી ગામના માછીમારો ખંભાતના અખાતમાં દરિયામાં માછલાં પકડવા ગયેલા, આ દરમિયાન જ શિવલિંગ મચ્છી પકડવાની જાળમાં ફસાયેલું હતું. માછીમારો શિવલિંગને કિનારે લાવ્યા ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.ચાલો અમે આપને આ આનોખા શિવલિગ વિષે વધુ વિગતવાર માહિતી જણાવીએ કે, આખરે આ શિવલિંગની વિશેષતા શું છે અને આ શિવલિંગ કઈ રીતે માછીમારોને મળી આવ્યું. આ શિવલિગ મળતાની સાથે જ મહાદેવોના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં દેખાય છે કે શિવલિંગ સુવર્ણરંગનું છે. જ્યારે લોકોએ શુદ્ધ પાણીથી શિવલિંગને અભિષેક કર્યો ત્યારે તેમાં શેષ નાગ, શંખ અને મૂર્તિઓ દેખાવા લાગી. આ અનોખા શિવલિંગને જોઈને શિવભક્તોએ હર હર મહાદેવના નારા લગાવ્યા.જાણવા મળ્યું છે કે આ શિવલિંગ અઢી ફૂટ ઊંચું અને સ્ફટિક પથ્થરમાંથી બનેલું છે. આ અદભુત શિવલિંગને જોવા માટે લોકો દૂર દૂરથી કાવી ગામ પહોંચી રહ્યા છે.

આ ઘટનાને લોકો શુભ સંકેત માની રહ્યા છે. લોકોનું માનવું છે કે ભગવાન શિવ પોતે જ કાવી ગામમાં પધાર્યા છે. ખરેખર આ વિષય એક આસ્થાનો છે અને સૌ કોઈ આ શિવલિંગના દર્શન કરીને ધન્ય થઇ ગયા છે, આપણે જાણીએ છે કે દરિયા અતિ વિશાળ છે અને દરિયાની ભીતર અમૂલ્ય રત્નો સમાયેલા છે. હાલમાં તો શિવલિંગ મળતાની સાથે જ ભારે કુતુહલ સર્જાયું છે અને મીડિયાએ પણ આ વાતની નોંધ લીધી છે.


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!