Gujarat

લોક સાહિત્યકાર રાજભા ગઢવીવીર એ ” ઓપરેશન સિંદૂર ” બદલ વીર જવાનો માટે કહી આ વાત, જુઓ શું બોલ્યા!

ગુજરાતના લોકગાયક અને ખ્યાતનામ કલાકાર રાજભા ગઢવીએ ભારતીય સેનાની વીરતાને પોતાના આગવા અંદાજમાં વાચા આપી છે. તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન આપણા જવાનો દ્વારા દાખવવામાં આવેલી અસાધારણ હિંમત, સાહસ અને દેશ માટેના સર્વોચ્ચ સમર્પણને પોતાના સુંદર સપાખરામાં ગાયું છે.

રાજભા ગઢવીની વાણીમાં ગુજરાતની ધરતીની મહેક અને સિંહની ત્રાડનો જોશ છે, તેમની વાત સીધી હૃદયને સ્પર્શે છે અને દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્ના જગાવે છે. ખરેખર જવાનોની વીરતા માટે આ સપાખરૂં તમને દેશભક્તિની જ્યોત જગાવશે.

આપણે સૌ જાણીએ છે કે Operation Sindoor એ ભારતીય સશસ્ત્ર દળો દ્વારા 7 મે, 2025 ના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવીને શરૂ કરવામાં આવેલું એક ચોક્કસ ઓપરેશન છે. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી, જેમાં 26 લોકો માર્યા ગયા હતા.

રાજભા ગઢવીનું આ સપાખરું એવા તમામ વીર જવાનોને એક હૃદયપૂર્વક સમર્પિત છે, ચાલો આજે આપણે સૌ મળીને આ વીર જવાનોને સલામ કરીએ અને રાજભા ગઢવીના આ પ્રેરણાદાયી સપાખરાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!