ફરમાની નાઝે ગાયેલ હર શંભુ સોંગની ચોંકાવનારી હકીકત આવી સામે! યુટ્યુબે પણ હટાવી દીધું સોંગ કારણ કે…
શ્રાવણ માસના પ્રારંભ જ સોશિયલ મીડિયામાં હર હર શંભૂ સોંગ ખૂબ જ વાયરલ થયું હતું અને આ સોંગ મુસ્લિમ સિંગર ફરમાની નાઝને ગાયું હતું. આ સોંગને લઈને અનેક પ્રકારના વિવાદ સર્જાયો હતો. ત્યારે હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, યુટ્યુબ દ્વાર આ સોંગ હટાવી લેવામાં આવ્યું છે, ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે, કયા કારણોસર આ સોંગ હટાવવામાં આવ્યું છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, જ્યારથી આ સોંગ રિલીઝ થયું ત્યારે અનેક લોકોએ એ વિવાદ કરેલ અને બંને ધર્મ દ્વારા પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે આ સોંગ આખરે હટાવી લેવાયું છે. ફરમાની નાઝ આ સોંગ ગાયેલું હતું અને તેના સમર્થનમાં ફરીદા મીરથી લઈને અનેક કલાકારો આવ્યા હતા. ફરમાની નાઝ ગાયક કલાકાર છે અને તેને કહ્યું હતું કે ,કલાકારનો કોઈ ધર્મ નથી હોતો.હાલમાં આ સોંગને લઈને હકીકત સામે આવી છે.
આ સોંગ યુટ્ટ્યુબ પર પ્રસારિત કરવામાં આવ્યું હતું, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, હર હર શંભૂ’ ગીતનાં લીધે ફરમાની નાઝ ફરીથી મુશ્કેલીઓમાં ફસાઈ છે કારણ કે,વાસ્તવમાં, આ ગીતને હટાવવાનું કારણ એ છે કે આ ગીતની નકલ કરવામાં આવી હતી અને વાસ્તવિક ગાયકો અને નિર્માતાઓને ક્રેડિટ આપવામાં આવી ન હતી. આ ગીતના લેખક જીતુ શર્માના કોપીરાઈટનો વિરોધ કર્યા બાદ યુટ્યુબે તેને હટાવી દીધું છે.
તેમજ‘હર હર શંભૂ’ ગીતના ઓરિજનલ રાઈટર જીતુ શર્મા ઓડિશાના રહેવાસી છે તેમજ ખાસ વાત એ છે કે, તેમના પિતા શાકભાજીની દુકાન ચલાવીને ઘરનું ગુજરાન કરે છે. જીતુ શર્માનું બાળપણ અત્યંત ગરીબીમાં પસાર થયું અને તેમણે ધો.12 મા સુધી શિક્ષણ મેળવી શક્યો હતા અને તેમને બાળપણથી જ તેને ગીતનો શોખ હતો અને તેમને 2014મા યૂટ્યૂબ ચેનલ શરૂ કરીને પોતાના ગુરૂ આકાશની સાથે ગીત બનાવવાનું ચાલુ કર્યું હતું.