ચાર મિત્રો ને શુ ખબર હતી કે આ તેની આખરી સેલ્ફી હશે ! એવી રીતે મોત થયુ કે કોઈ વિચારી પણ ના શકે…
જીવનમાં મોત ક્યારે દ્વારે આવીને દસ્તક આપે એ કોઈ નથી જાણતું! ખરેખર આજે અમે આપને એક એવી ઘટના વિશે જણાવીશું જે ચાર મિત્રો માટે ખૂબ જ દુઃખ દાયક બની ગઇ.આપણે સૌ કોઈ જાણીએ છે કે, જીવનનો આનંદ માણવા આપણે અનેક જગ્યાએ ફરવા જવાનું પસંદ કરીએ છીએ અને ત્યારે આ દરમિયાન તસવીરો લેવાનું ક્યારેય નથી ભૂલતા! પણ ક્યારેય વિચાર્યું છે કે, આ ફોટોઝ ક્યારે આપણા જીવનના અંતિમ દ્ર્શ્ય બનીને રહી જશે. હાલમાં જ એક દુર્ઘટના બની, જેમાં ચાર મિત્રો ખબર નાં હતી કે આ તેમની આખરી સેલ્ફી હશે ! એવી રીતે મોત થયુ કે કોઈ વિચારી પણ નહીં શકો.
આ ઘટના વિશે વધુ માહિતગાર કરીએ. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, પંજાબ પ્રાંતના મુરી વિસ્તારમાં ભારે હિમવર્ષાના કારણે 22 પ્રવાસીઓના મોત થયા છે. વાહનો બરફમાં ફસાઈ જવાને કારણે આ અકસ્માત થયો હતો. મૃતકોની યાદીમાંચાર મિત્રો પણ સામેલ હતા, જેમની ‘છેલ્લી સેલ્ફી’ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 22 પ્રવાસીઓમાં મર્દાનમાં રહેતા ચાર યુવકોનો પણ સમાવેશ થાય છે. આ ચારેય મિત્રો હતા. તેઓના નામ અસદ ખાન, સુહેલ ખાન, બિલાલ ખાન છે.. અને તેમના નામ બીજા બિલાલ ખાન છે.
બીબીસી અનુસાર, સુહેલ આ ચાર મિત્રોમાં સૌથી મોટો હતો, જેની ઉંમર 25 વર્ષ હતી. સુહેલ પરિણીત હતો અને તેને બે બાળકો છે. મૃતક અસદ પણ પરિણીત હતો અને તેને બે બાળકો પણ છે. આ ચારેય મિત્રો ભારે હિમવર્ષામાં મૃત્યુ પામ્યા. અકસ્માત પહેલા બંનેએ સાથે સેલ્ફી લીધી હતી જે તેમના જીવનની છેલ્લી સેલ્ફી સાબિત થઈ હતી. આ ચારેય નાં નજીકના મિત્ર ફૈઝલ ખાને જણાવ્યું કે અસદ, સુહેલ અને બિલાલ અમે બારનો ધંધો કરતા હતા.
અમારી વચ્ચે ખૂબ ગાઢ મિત્રતા હતી. ફૈઝલના કહેવા પ્રમાણે, “અમે એક સરખા કપડાં, ઘડિયાળ, શૂઝ, બધું જ પહેરતા હતા. લોકો અમારી મિત્રતાના દાખલા આપતા હતા.જ્યારે મુરીમાં બરફ પડવા લાગ્યો ત્યારે ફૈઝલે મુલાકાત લેવાનો પ્લાન બનાવ્યો. પરંતુ તે ચારેય જણ ફૈઝલથી અલગ થવાનું વિચારે છે અને ફૈઝલ એકલો બહેરીન જાય છે. ફૈઝલે કહ્યું કે જ્યારે મેં 9 જાન્યુઆરીની સવારે અસદને ફોન કર્યો ત્યારે અન્ય કોઈએ તેનો નંબર ઉપાડ્યો અને મને કહ્યું- “અસદ ખાન અને તેની સાથેના ત્રણેય લોકો મૃત્યુ પામ્યા છે.”
ફૈઝલે તેના અન્ય મિત્રને ને કહ્યું હતું કે તેણે તે ચારને ફોન કર્યા હતા. ત્યારે તેણે કહ્યું કે મુરીમાં ભારે બરફ પડી રહ્યો છે. અમે જલ્દી પાછા આવીશું. થોડા કલાકો પછી, તેણે તે જ જવાબ આપ્યો. પરંતુ સવારે ફોન કરતાં ચારેયના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું.ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે, એક સાથે ચારેય મિત્રોએ મોતને વ્હાલું કર્યું. જીવનના અંતિમ સમય સુધી તેઓ સાથે જ રહ્યા. ખરેખર આ કરુણ દાયક ઘટના મૃત પામેલ સૌ લોકોની દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.
