સુરત : પરણીત મહોલાએ ગળાંફાસો ખાઈ આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ નોટ મા લખી રડાવી દે એવી વાત…
હાલ ના સમય મા ગુજરાત ના દરેક જીલ્લાઓ અને શહેર મા આપઘાત ના બનાવો મા સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરત મા એક પરિણીતા એ લગ્નજીવન ના નવ વર્ષ બાદ પોતાના ઘરે ગળાંફાસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે જ્યારે પરિણીતા એ આપઘાત કરતા પહેલા પોતાના હાથ મા પોતાની દર્દભરી વાત લખી હતી.
ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તોસુરતના લિંબાયત પરવત ગામ વિસ્તારમાં રહેતા સીતાબેન ગોસ્વામી નામની મહીલા એ 24 જાન્યુઆરીના રોજ ઘરે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટના ની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હાથ ધરી હતી જેમા મહીલા ના પતિ વિરુદ્ધ ડાબા હાથ ઉપર પતિના ત્રાસ અંગેની સુસાઇડ નોટ પણ લખી હતી.
પત્ની સીતા દ્વારા આપઘાત કર્યા પહેલાં હિન્દી ભાષામાં હાથ પર સુસાઇડ નોટ લખી દીધી હતી. જેમા પોતાના પતિ પ્રવીણ છોટીનાથ ગોસ્વામી માટે હાથ પર લખ્યું હતું કે ‘મુજે મેરા પતિ બહોત પરેશાન કરતા હૈ. મેરી કોઈ ગલતી નહીં હૈ. મૈં જીના ચાહતી હૂં. ઇતની પરેશાની મેં કેસે જીઉંગી. મેરા પતિ મુજે બદનામ કરતા હૈ. ગંદી ગંદી ગાલી, રોજ મારના પીટના નહીં સહ પા રહી હૂં. મેરા પતિ ગલત હૈ. મુજે બરબાદ કરના ચાહતા હૈ. મેરા જમાઈ ઔર સસુરજી કી કોઈ ગલતી નહીં હૈ. મેં થક ગઈ હૂં.’
જ્યારે આ ઘટના મા વધુ મા જણાવા મળેલ કે સીતા અને પ્રવીણ ના લગ્ન નવ વર્ષ પહેલા થયા હતા અને બન્ને ઝારખંડ ના વતની છે જ્યારે લગ્ન બાદ દંપતી સુરત રહેવા આવી ગયું હતું જ્યારે તેવો ને સંતાન મા એક દીકરો અને દીકરી છે. મહીલા ના પરિવારજનો એ પ્રવીણ છોટીનાથ પર ગંભીર આરોપો મુક્યા હતા અને પરીણીતા માનસિક ત્રાસ આપ્યો હોય તેવા આરોપો મુક્યા હતા.
ઘટના અંગે લિંબાયત પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે મરનારી મહિલાના ભાઈ બાસુદેવ ભીમ ગૌસ્વામીએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ સમગ્ર ઘટનામાં મહિલાના પતિ સામે વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.