Gujarat

ગામનુ નામ એવુ હતુ કે ગામના લોકોને નામ પુછતા જ શરમથી લાલચોળ થઈ જતા આખરે બદલાઈ ગયુ ગામ નુ નામ.

કોઈ પણ વ્યકતી ની ઓળખ તેના નામ થી હોય અને એવી જ રીતે કોઈ પણ ગામ ની ઓળખ તેના નામ થી હોય છે ત્યારે ભારત દેશ ના અનેક રાજ્યો જેમ કે ગુજરાત , રાજસ્થાન, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યો મા અનેક એવા ગામ આવેલા જે જેના નામ આટલા અજીબ છે કે તેનુ નામ સાંભળી હસવું આવી જાય ત્યારે અનેક ગામો ના નામ એવા છે કે તે નામ લેતા પણ આપણ ને શરમ આવે.

ત્યારે અનેક ગામના લોકો આવા નામના લીધે શરમ અનુભવતા હોવાથી નામ બદલવાની માંગ કરતા હોય છે. ત્યારે અહી આપણે એક એવા જ ગામની વાત કરવાની છે જે ઝારખંડ મા આવેલું છે. ઝારખંડ ના દેવઘર જિલ્લાના મોહનપુર પ્રખંડની બંકા પંચાયત સ્થિત એક ગામનું નામ એવું હતું કે આજ ની યુવા પેઢી ને આ નામ લેવામા શરમ આવતી હતી. હકીકત મા ગામ નુ નામ ભો**** જેવુ હતુ જેના કારણે લોકો ને જયારે કોઈ ગામ નુ નામ પુછે ત્યારે શરમ થી લાલચળ થઈ જતા.

ગામ ના લોકો ને હંમેશાં ડર સતાવતો કે કોઈ ગામ નુ નામ પુછશે તો શુ કરીશુ ? આ ઉપરાંત જાતિ પ્રમાણપત્ર, આવાસ પ્રમાણ પત્ર અને ઈનકમ પ્રુફ જેવા સર્ટિફિકેટમાં દેવઘરના આ ગામનું નામ જોઈને લોકો હસી પડતા હતા. અને વર્ષો થી ચાલી આવતી આ પરેશાની ની દુર કરવાનો નિર્ણય ત્યા ના યુવનો એ લીધો અનેે ગામ નુ નામ બદવાનુ નક્કી કર્યુ.

આ ગામ નુ નામ બદલવા માટે ગ્રામ પંચાયત પ્રધાન રંજીતકુમાર યાદવે ગામના તમામ સરકારી દસ્તાવેજોમાં નવું નામકરણ કરવા માટે ગ્રામ સભાની બેઠક બોલાવી. જેમાં સર્વસંમતિથી ગામનું જૂનું નામ બદલીને નવું નામ “મસૂરિયા” રાખવાનો પ્રસ્તાવ પાસ થયો. ત્યારબાદ તમામ સરકારી કાર્યાલયો અને દસ્તાવેજોમાં ખાસ રીતે મસૂરિયાના નામથી ગામની એન્ટ્રી કરાવવામાં આવી. અનેક મહિનાઓના સંઘર્ષ  બાદ સફળતા મળી તો હવે રાજસ્વ વિભાગની વેબસાઈટમાં પણ જૂના ગામ ભો…નું નામ બદલીને મસૂરિયા ગામ તરીકે નોંધવામાં આવ્યું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!