મોદી નુ કહ્યુ આ ગામે માન્યુ! ગામ મા એવો માહોલ જોવા મળ્યો કે આજુબાજુ ના દરેક ગામ ના લોકો જોતા જ રહી ગયા……
આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય રીતે આપણે આપણો અને આપણા પરીવાર ના સભ્યો નો જન્મ દિવસ ની ઉજવણી કરતા હોઈએ છીએ જેના કારણે ઘર મા હસી ખુશી નો માહોલ રહે છે ત્યારે તાજેતર મા જ દેશ ના પી.એમ મોદી જયારે ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે અમદાવાદમાં યોજાયેલા પંચાયત સંમેલનમાં નરેન્દ્ર મોદીએ સરપંચોને કહ્યું હતું કે, તમારા ગામનો જન્મદિવસ પણ ઉજવો. ત્યારે આ વાત એક ગામ ના લોકોએ માની છે અને ને ગામ ના 48 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી પણ કરવામા આવી છે.
આપણે જે ગામ ની વાત કરી રહ્યા છીએ એ ગામ રાજકોટ થી 10 કી.મી અંતરે આવેલુ છે જેનુ નામ કૃષ્ણનગર છે. આ ગામ ના 48 વર્ષ પૂર્ણ થતા આ ગામ મા જાણે મોટો ઉત્સવ હોય તેવો માહોલ જોવા મળ્યો હતો જેમા તોરણ બાંધવામાં આવ્યા, કેક કાપી અને ગરબે ઘૂમી ગ્રામજનોએ જન્મ દિવસ ઉજવણી કરવામા આવી હતી. આ ગામ ની ખાસ વાત એ છે કે ગામ ની વસ્તી માત્ર 400 જ છે.
આપને જણાવી દઈએ કે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દરેક ગામનાં લોકોએ પોતાના ગામનો બર્થ ડે ઉજવવો જોઈએ. તેમની આ અપીલને ધ્યાનમાં રાખીને લોકોએ ગામનાં મુખ્ય દરવાજે પૂજા કરી રંગોળી બનાવી હતી. ત્યારે રાજકોટ નુ આ ગામ સૌ પ્રથમ એવુ ગામ બન્યુ છે જેણે પી.એમ મોદી ની અપીલ ને ધ્યાન મા લીધી છે અને ગામનો જન્મ દિવસ ઉજવ્યો હતો. અને સાથે એવો પણ સંકલ્પ કરવામા આવ્યો હતો કે 100 વૃક્ષો વાવીને તેનુ જતન કરવામા આવશે.
આ ગામની વિશેષતાઓ ની વાત કરીએ તો આ મા 400 લોકો ની જ વસ્તી છે અને અલગ અલગ જ્ઞાતિના લોકો રહે છે છતા 48 વર્ષ મા આજ સુધી કોઈ વચ્ચે મોટો ઝઘડો થયો નથી સમગ્ર ગામ એક પરીવાર ની જેમ જ રહે છે આ ઉપરાંત ગામ ના લોકો ધરતી ને પોતાની માતા ગણે છે અને દર વર્ષે તેની પુજા કરે છે. અને શહેર થી દુર એક પરીવાર ની જેમ ખુશ ખુશાલ રીતે ગામ ના લોકો પોતાનું જીવન જીવે છે.
આ ગામની સ્થાપના 16 માર્ચ 1974ના દિવસે થઈ હતી. આથી 48 વર્ષ પૂર્ણ થતા જન્મદિવસ ઉજવ્યો છે. ગામની બાળાઓ દ્વારા સામૈયુ કરી ભૂમિપૂજન કર્યું હતું. ગામના જન્મદિવસમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી એકબીજાને કેક ખવડાવી મો મીઠા કરાવ્યા હતા.