Entertainment

ગમન સાંથલે લાઈવ ડાયરામાં કર્યો દાવો: ગીત ગાવાથી કોમામાંથી બહાર આવ્યો આશિક, જુઓ વીડિયો

ગુજરાતી કલાકારોમાં ગમન સાંથલનું નામ આવતાની સાથે જ તેમના ચાહકોમાં હર્ષની લાગણી અનુભવાઈ છે. ત્યારે આજે અમે આપને એક એવી ઘટના વિશે જણાવીશું જે ખૂબ જ ચોંકાવી દેનાર અને ખુશી આપે એવી છે! આ ઘટના હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે, ત્યારે વીડિયો મુજબ જાણવા મળ્યું છે કે, ગમન સાંથલે લાઈવ ડાયરામાં કર્યો એવી વાત કરી કે, ગીત ગાવાથી કોમામાંથી બહાર આવ્યો તેમનો ચાહક! ખરેખર આ ઘટના સાંભળીને આશ્ચયજનક અને અશક્ય લાગે પરતું આ ઘટના વિશે જગ જાહેરમાં ગમન સાથલ બોલ્યા!

અમી આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપીએ કે, આખરે તે આ ઘટનામાં બનાવ શું બન્યો છે. વાત જાણે એમ છે કે, હાલમાં ગમન સાંથલનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમા દાવો કરવામાં આવી રહ્યો છે કે ગમન સાંથલનાં કારણે કોમામાં ગયેલ દર્દી પણ સાજો થઈ ગયો હતો. હવે આ વાત સાંભળતાની સાથે જ આશ્ચય જનક લાગે પણ શું આવું ખરેખર બની શકે એ તો એક રહસ્ય જ રહી જાય!

જ્યારે ગમન સાથલ આ વાત કરી ત્યારે લોકડાયરાનો મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા અને સંતોએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમમાં અનેક ગુજરાતી કલાકારો પહોંચ્યા હતા ત્યારે ગાયક ગમન સાંથલને બોલાવતા દાવો કરવામાં આવ્યો કે એક છોકરાને વાડીલાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ડૉક્ટરોએ કહ્યું કે કોમામાં જવાની તૈયારી છે. એવામાં ગમન સાંથલની રિંગ મોબાઈલ વાગતા દર્દીનાં ધબકારા વધી જતાં ડોક્ટરે કહ્યું કે આ કલાકાર આવે તો તેના હાલતમાં સુધારો આવશે.

આ વાત ની જાણ થતા જ ગમન સાંથલે હોસ્પિટલમાં પહોંચીને દીકરાને બચાવવા માટે પ્રાર્થના કરી અને આશીર્વાદ આપ્યા અને તે બાદ તે છોકરો સાજો થઈ ગયો હતો. બધાની વચ્ચે તેમને કહ્યું કે મારે કહેવું નહોતું પણ હવે કહું છું કે ચાર પાંચ દિવસ પહેલા જ છોકરો મારો ચાહક છે અને આશિક છે અને મારા ઘરે આવેલો પણ છે. અને વાતની જાણ થઈ ત્યારે ડરતો ડરતો હોસ્પિટલ ગયો હતો. ગમને કહ્યું કે છોકરાનું હૃદય બંધ થઈ ગયું હતું અને ફોનની એક રિંગ વાગવાથી ધબકારા ચાલુ થઈ ગયા.

બસ આ ઘટના ને કારણે ડોક્ટરે કહ્યું હતું કે કલાકારને લઈ આવો તો જ આ કોમામાંથી બહાર આવશે. ગમન સાથલ રાત્રે 2 વાગે ગાડી લઈને હોસ્પિટલ ગયો અને કાનમાં ખાલી બે જ ગીત ગયા અને સવારે છ વાગે તો ચાદર જાતે ઓઢી અને કોમામાંથી બહાર આવ્યો. ખરેખર ગમન સાથલ જાહેરમાં કહ્યુ કે આ બધું મારાથી થયું એવું નથી કહેતો, આ ધજાવાળાની દયાથી બધુ થયું છે. ખરેખર આ ઘટના હાલમાં સૌ કોઈ માટે ચર્ચાનો વિષય બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!