Gujarat

વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો ! મોટા ભાઈ પોતાના 11 વર્ષ ના ભાઈ ની હત્યા કરી નાખી ! કારણ જાણશો તો

હાલમાં એવી અનેક ઘટનાઓ ઘટતી હોય છે, જે ખૂબ જ ચોંકાવનારી હોય છે. વાત જાણે એમ છે એક ભાઈએ જ પોતાના બીજા ભાઈની હત્યા કરી નાખી એ પણ માત્ર એક ગેમના લીધે. આ ઘટના બની છે ખેડામાં, જ્યાં મોબાઈલ ગેમનાં લીધે ભાઈએ ભાઈની હત્યા કરી છે. એટલુ જ નહિ, 11 વર્ષના કિશોરની હત્યા કરીને સગીર ભાઈએ તેની લાશ કૂવામાં ફેંકી દીધી હતી. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે.

આ ઘટના અંગે વધુ માહિતી આપીએ તો વાત જાણે એમ છે કે, ખેડા જિલ્લાના ગોબલેજ ગામની આ ઘટના છે. આ દુઃખદ અને ચોંકાવી દેનાર ઘટનાં દરેક માતા પિતા માટે ચેતવણી રૂપ સમાન છે. પરિવારે પોતાના 11 વર્ષના દીકરાના ગુમ થવાની ફરિયાદ નોંધાવેલ. કિશોર બે દિવસથી ગુમ હતો, અને ક્યાંય મળતો ન હતો. મૃતક બાળકની પરિવારજનોએ શોધખોળ કરતા ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ આપી હતી.

પોલીસે તપાસ કર્યા પછી બે દિવસ બાદ પોલીસને એક કૂવામાંથી સગીર બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આખરે જાણવા મળ્યું હતું કે, પિતરાઈ મોટા ભાઈએ નાના ભાઈને માથાના ભાગે પથ્થર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. માત્ર ગેમ રમવાના વારાને લઈ મનદુઃખ થતા 17 વર્ષીય મોટા ભાઈએ 11 વર્ષના નાના ભાઈની હત્યા કરી હતી.

સગીર ભાઈએ નાના ભાઈને માથામાં પથ્થર માર્યો હતો. તેના બાદ બેભાન અવસ્થામાં હાથ પગ બાંધી ઘર નજીકમાં આવેલ કૂવામાં ફેંકી દીધો હતો. ખેડા ટાઉન પોલીસે સગીર યુવક સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખરેખર આ ઘટના દરેક માતા પિતાઓ માટે ચેતવણીરૂપ સમાન કિસ્સો છે. ખરેખર આ ઘટના ને લીધે દરેક માતા પિતાઓ પોતાના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને મોબાઈલને લઈને દુરુપયોગ ટાળવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!