ઓનલાઈન ગેમ મા દસ લાખ રુપિયા ગુમાવતા યુવકે ટ્રેન નીચે આવી આપઘાત કરી લીધો ! બે બાળકો…
સોસિયલ મીડીયા ના અનેક ફાયદા અને ગરેફાયદાઓ છે અને હાલ મા જ અનેક એવી ગેમ માર્કેટ મા આવી છે જેમા રુપીયા નાખી ને ગેમ રમવામાં આવે છે ત્યારે ખાસ કરીને આવી ગેમ નો ભોગ બાળકો બને છે અને અણસમજ ને કારણે રુપીયા ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે ફરી એક કીસ્સો એવો જ સામે આવ્યો છે જેમા એક યુવકે લાખો રુપિયા ની સામે જીવ પણ ગુમાવ્યો છે.
આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર મધ્ય પ્રદેશ ના રાજગઢ મા એક યુવક એક ઓનલાઇન ગેમ મા તીન પત્તી રમતો હતો જેમા યુવકે 10 લાખ રુપીયા ગુમાવી દીધા હતા અને આ ઘટનાને તે સહન ના કરી શકતા ટ્રેન નીચે આવીને પોતાનો જીવ આપી દિધો હતો. યુવક ના મોત થી પરીવાર જનો શોક મા છે અને પરણીત યુવક ના ઘરે બે બાળકો છે જેણે હવે પિતા ની છત્રછાયા ગુમાવી છે જયારે ત્રણ બહેનો એ એક નો એક ભાઈ ગુમાવ્યો છે.
આ ઘટના પનોડીયા ગામ ની છે જ્યારે રેલ્વે ટ્રેક પર લાશ મળી હોવાની માહીતી પોલીસ ને મળતા ની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. અને તપાસ કરતા માલુમ પડયું હતુ કે યુવક નુ નામ વિનોદ દાંગી છે અને તેના પિતા એક ખેડુત છે. પરીવારજનોએ પોલીસ ને જણાવ્યું હતુ કે વિનોદ ગેમ રમવાનો આદી હતો અને લોકો પાસે થી રુપીયા ઉધાર લીધા હતા.
વિનોદ એ તીન પત્તીમા દસ લાખ ગુમાવ્યા બાદ ગુમસુમ રહેતો હતો અને એક વાર ગળાફાંસો છાવાનો પ્રયાસ પણ કર્યો હતો. અને ત્યારે પરીવાર ના સભ્યો એ તેને બચાવી લીધો હતો. વિનોદ ના પિતા ખેડુતો મા એક મોટુ નામ છે અને પોતાની સાત દુકાનો છે વિનોદ તેની દેખરેખ કરતો હતો પરંતુ ગેમ ની આદત લાગતા રુપીયા ગુમાવ્યા અને આખરે આ કરુણ ઘટના બની હતી.