ગાંધીનગર : કાર એ ટક્કર મારતા 20 વર્ષીય આશાસ્પદ યુવતીનું કમકમાટીભર્યુ મોત થયુ. ! એક વર્ષ પહેલાં જ પિતાનું પણ..
રોડ અકસ્માતનાં લીધે અનેક વ્યક્તિઓના જીવ જવાની ઘટના દિવસે ને દિવસે બની રહી છે. ત્યારે હાલમાં જ એક ખૂબ જ કરુણદાયક ઘટના સામેં આવી છે. દિવ્યભાસ્કનાં અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે, ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ સ્ટેશનની નજીક કારની ટક્કરે એક્સેસ પર સવાર 20 વર્ષીય યુવતીનું કરૂણ મોત થયું છે. આ ઘટનાની જાણ થતાં જ પરિવારમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયેલ છે. ચાલો આ ઘટના અંગે વધુ માહિતી જાણીએ.
દિવસે ને દિવસે રોડ અકસ્માતનાં બનાવ બને છે, જેમાં ક્યારેક બંને પક્ષનો વાંક હોય છે તો ક્યારેક હિટ એન્ડ રન જેવી ઘટનાઓ બનતી હોય છે. તેમજ આકસ્મિક બનાવોનાં લીધે પણ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ગાંધીનગરમાં યુવતી સાથે જે ઘટના બની એ ખૂબ જ કરુણદાયક છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી મેળવીએ.સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે,ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ મથકની પાસે અચાનક કારના ચાલકે પુર ઝડપે હંકારીને ટર્ન મારી એક્સેસને ટક્કર મારી હતી.
આ ટક્કર એટલી ભારે હતી કે, એક્સેસમાં સવાર યુવતિનું મોત થઈ ગયેલું. આ યુવતી અંગે જાણીએ તો બીએસસીબીએડના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી.એક વર્ષ અગાઉ જ તેના પિતાનું અવસાન થયું હતું. હાલમાં તે પોતાની માતા અને બહેન સાથે સેક્ટર-25 સૂર્યનારાયણ સોસાયટી ખાતે રહેતી હતી.ગઈકાલે શુક્રવારે બપોરના સમયે અદિતિ એક્સેસ લઈને ઘરેથી સેક્ટર-21માં જઈ રહી હતી અને કાર ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી હંકારીને અચાનક ટર્ન માર્યો હતો.
જેના કારણે એક્સેસને ટક્કર વાગવાથી અદિતિ રોડ ઉપર પટકાઈ હતી. જેને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરેલ અને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ લઈ જવામાં આવી અને જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરે મૃત જાહેર કરી હતી. હાલમાં દીકરીનું નિધન થઈ જતા પરિવારે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.