Gujarat

જયોતિરાદિત્યસિંહ ( ગણેશભાઈ ) ગોંડલના લગ્નના ની ખાસ તસ્વીરો

હાલમાં ચારો તરફ લગ્નનો માહોલ છે, ત્યારે સૌરાષ્ટ્રનું અતિ પ્રિય ગણાતા ગોંડલ શહેરમાં અતિ ભવ્ય લગ્ન યોજાવવા જઇ રહ્યા છે. ક્ષત્રીય સમાજના આગેવાન અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયારાજસિંહજી જાડેજાના અને ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજાના પુત્ર કુંવર ચિ, જયોતિરાદિત્યસિંહ ( ગણેશભાઈ ) ના લગ્ન ભલગામડા નિવાસી પ્રદિપસિંહજી ઝાલાની કુંવરીબા ચિ. રાજલક્ષ્મીબા સાથે તા. ૧૪ ફેબ્રુ. ને રોજ યોજાયા હતા.

તમને જણાવી દઈએ કે, જાડેજા પરિવારના લગ્નોત્સવનો આરંભ ૧૨ ફેબ્રુઆરીને રવિવારે ૬ કલાકે વેલ પ્રસ્થાન, ૭.૩૦ કલાક ગણેશ સ્થાપના, ૮ કલાકે પાટે બેસાડવાનું શુભ મુહુર્ત, ૯.૦૦ કલાકે મંડપ મુહૂર્ત, સાંજે ૮ કલાકે ભોજન સમારંભ, ૧૦.૦૦ કલાકે ડાયરો, ૧૩ ફેબ્રુઆરીને સોમવારે ૯.૦૦ કલાકે ગૃહ શાંતિ- યજ્ઞ, રાત્રે ૮.૩૦ કલાક દાંડીયા રાસ, ૧૪ ફેબ્રુઆરી રાત્રે ૭.૩૦ ક્લાકે સામે ચડવાનું શુભ મુહુર્ત અને ૧૪ ફેબ્રુઆરી રાત્રે ૧૦,૩૦ કલાકે હસ્ત મેળાપ યોજાશે.

આ લગ્ન પ્રસંગમાં ” લોક ડાયરો ” આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું કારણ કે ભાગ્યે જ આવું બન્યું હોય કે, કોઈના લગ્ન પ્રસંગે લોક ડાયરાનું અયોજન કરવામા આવ્યુ હતું

આ ભવ્ય ડાયરો એવો હતો કે, જ્યાં એક જ સ્ટેજ પર ગુજરાતના તમામ કલાકારોની હાજરી હતી, આવો ડાયરો ગુજરાતમાં કદાચ પહેલીવાર યોજાયો હશે કે, જ્યાં કિર્તીદાન ગઢવી, ઓસમાણ મેર, કિંજલ દવે, રાજભાઇ ગઢવી, બ્રીજરાજદાન ગઢવી, જીગ્નેશ કવીરાજ, જીતુદાન ગઢવી, હરેશભાઈ, સારસાગરદાન ગઢવી, આ ઉપરાંત નામાંકિત કલાકારો દ્વારા લોકડાયરામાં રમઝટ બોલાવી હોય.

આ ડાયરા મા ગોંડલ શહેર ગુજરાતી કલાકારોના સુરીલા અવાજથી ગુંજી ઉઠ્યું હતું અને આ ડાયરા મા ગુજરાતના સંતો, મહંતો અને રાજકીય મહાનુભાવો તેમજ ઉદ્યોગપતિ, ગુજરાતી કલાકારોએ હાજરી આપીને લગ્નની શોભાવૃદ્ધિ કરી છે.

તમામ કલાકારોએ આ લગ્નના શુબ અવસરને રૂડો બનાવ્યો અને ગોંડલની પ્રિય પ્રજા ક્યારેય પણ ગણેશભાઈના લગ્નને ન ભૂલી શકે એવા સંગીતના સુરોથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!