13 તારીખથી ચાલુ થશે આલીશાન ગંગા રિવર ક્રૂઝ ! અંદર નો નજારો અને સુવિધા જોઈ ભાન ભુલી જશો અને યાત્રા નુ કુલ ભાડુ 19 લાખ…જુઓ તસવોરો
ભારત જે દિશામાં વિકાસની ગતિ પકડી છે, એ જોઈને લાગી રહ્યું છે કે, ટૂંક સમયમાં ભારત વિકસિત દેશોમાં આવી જશે. હાલમાં જ મોદી સરકાર દ્વારા વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ ‘એમવી ગંગા વિલાસ’ તૈયાર કર્યું છે. કાલના દિવસે જ વારાણસીના રામનગર બંદર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3,200 કિલોમીટરની લાંબી યાત્રા માટે એને રવાના કરાવશે. વારાણસીથી ક્રૂઝ વાયા બાંગ્લાદેશના રસ્તે આસામના ડિબ્રુગઢ જશે.
આ રિવર ક્રૂઝમાં 32 વિદેશી પ્રવાસી હશે. એ 51 દિવસની યાત્રા કરશે. આ ક્રૂઝમાં 5 સ્ટાર હોટલ જેવી લક્ઝરી સુવિધાઓ છે.
51 દિવસની યાત્રામાં ગંગા-ભાગીરથી-હુગલી રિવર સિસ્ટમ (નેશનલ વોટર વે 1), કોલકાતાથી ધુબરી (ઇન્ડો બાંગ્લા પ્રોટોકોલ રૂટ) અને બ્રહ્મપુત્રા (નેશનલ વોટર વે 2). માર્ગમાં 27 નદીઓ આવશે.
ખાસ વાત એ છે કે, આ ક્રુઝ યુપી, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ અને બાંગ્લાદેશ રાજ્યમાંથી પસાર થશે.
ક્રૂઝ 62.5 મીટર લાંબી અને 12.8 મીટર પહોળી ગંગા વિલાસ ક્રૂઝમાં 40 હજાર લિટરની ફ્યુઅલ ટેન્ક અને 60 હજાર લિટરની પાણીની ટાંકી છે. 62.5 મીટર લાંબી, 9 મીટર ઊંચી અને 12.8 મીટર પહોળી ક્રૂઝ ગંગા વિલાસ લકઝરી સુવિધાઓથી સજ્જ છે
ક્રૂઝની સુવિધા વિશે વાત કરીએ તો 18 સ્યૂટ્સ, રેસ્ટોરાં, બાર, સ્પા, સનડેક, જિમ અને લાઉન્જ. મુખ્ય ડેક પરની એની 40-સીટર રેસ્ટોરાંમાં કોન્ટિનેન્ટલ અને ભારતીય ભોજન સાથે બુફે કાઉન્ટર્સ છે.
ઉપલા ડેકની આઉટડોર બેઠકમાં સ્ટીમર ચેર અને કોફી ટેબલ સાથેનો બાર છે.બાથટબ, કન્વર્ટિબલ બેડ, ફ્રેન્ચ બાલ્કની, એલઇડી ટીવી, સેફ, સ્મોક એલાર્મ, લાઇફ વેસ્ટ અને સ્પ્રિંકલર સાથેના બાથરૂમ પણ છે.
સૌથી ખાસ વાત એ છે કે, 51 દિવસની યાત્રામાં એક વ્યક્તિ માટે 19 લાખ રૂપિયા. સ્યૂટનું ભાડું 38 લાખ છે. આ દર જગ્યા પ્રમાણે વધી કે ઘટી શકે છે.ગંગા વિલાસ ક્રૂઝના ડિબ્રુગઢ ખાતે આગમનની અપેક્ષિત તારીખ 1 માર્ચ, 2023 છે. કોલકાતાથી ક્રૂઝ 22 ડિસેમ્બરે કાશી માટે રવાના થઈ હતી. કાશીથી ડિબ્રુગઢ માટે આ ક્રૂઝ 13 જાન્યુઆરીએ રવાના થશે.