Gujarat

ગરબે કી રાત’ આલ્બમમાં અશોભનીય દૃશ્યો સામે રોષ, રાજભા ગઢવી વિડીઓ બનાવી કીધુ આવુ.

સોસીયલ મીડીયા પર અનેક વખત તેવી ઘટના બનતી હોય છે કે કોઈ ધર્મ ની લાગણી દુભાઈ હોય અથવા લાગણી ને ઠેસ પહોચી હોય ત્યારે ફરી એક વિવાદ થયો છે જેમા એક સોંગ “ગરબે કી રાત” મા આ વિવાદ ઉભો થયો છે જેમાં મા મોગલ અને મા મેલડી ના નામ સાથે એવો ડાન્સ રજુ કરાયો છે જેના કારણે વિવાદ થયો છે અને અનેક લોકો કે સોન્ગ મેકર્સ પર રોષે ભરાયા હતા અને સાથે સાથે ગુજરાતી કલાકરો એ પણ વિરોધ કર્યો હતો.

આ અંગે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ મા ફરિયાદ નોંધાવ માટે અરજી કરાઈ છે. જયારે આ ગીત નો વિરોધ થવા નુ મુખ્ય કારણ એ છે કે જયારે આ ગીત મા એવા શબ્દો આવે છે કે “રમવા આવો માંડી રમવા આવો, આજ માત મેલડી રમવા આવો. રમવા આવો માંડી રમવા આવો, આજ માત મોગલ માડી રમવા આવો” ગીત મા ત્યારે જ નિયા શર્મા અશ્લીલ ડાન્સ કરતી જોવા મળી રહી છે, જેને લઈને ભારે વિવાદ સર્જાયો છે.

આ અંગે ગુજરાતી કલાકાર રાજભા જઢવી એ ચિમકી ઉચ્ચારી હતી અને હિન્દી મા એક વિડીઓ શેર કરતા જણાવ્યું હતુ કે ” યે ગીત ઉતર જાના ચાહિયે, વરના અચ્છા નહીં હોગા. હમ જો કહેતે હૈ વો કરતે ભી હૈ. આમ પોતાનોછે વિરોધ દરશાવ્યો હતો આ ઉપરાંત સોસિયલ મીડીયા પણ લોકો એ આ ગીત નો અને સોન્ગ મા કામ કરનાર રાહુલ વૈદ્ય નો વિરોધ કર્યો હતો.

જ્યારે બોલીવૂડ સિંગર રાહુલ વૈદ્યએ આ અંગે વીડીઓ મા કીધુ હતુ કે મોગલ માતાના નામને લઇને અજાણતા ઠેંસ પહોંચી છે, કોઇની ભાવના કે કોઇને ઠેસ પહોંચાડવાનો ઇરાદો નહોતો, આ ભૂલ અજાણતા થઇ છે, જેને લઈને હું જેની લાગણી દુભાઈ હોય તેની માફી માગું છું. માતાજીની ભક્તિને ધ્યાનમાં લઇ મેં ગીત બનાવ્યું હતું, મોગલ માતાનો ઉલ્લેખ છે તે શબ્દને હું હટાવી દઇશ, શિન – રવિની રજાને લઇને ટીમ રજા પર છે, મેં ફેરફાર કરવાનું સૂચન કરી દીધું છે. મને 3 દિવસનો સમય આપશો, ત્યાં સુધી સંયમ રાખશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!