ગઢવાલ- રોડ અકસ્માત મા કન્યા સહીત 4 લોકો ના મૃત્યુ થતા ખુશી નો પ્રસંગ માતમમાં ફેરવાય ગયો…..ડોલી ના બદલે ઉઠી અર્થી….
રોડ એક્સીડેન્ટ થવાના કિસ્સાઓ અનેકવાર સામે આવતા જ હોય છે. જેમાં અકસ્માત માં મૃત્યુ પામતા લોકો ના પરિવારો ના માથે મહામુસીબતો આવી પડે છે અને પરિવાર ને સાંભળવો મુશ્કિલ થઈ પડે છે. ક્યારેક ક્યારેક એવી ઘટના સામે આવે છે કે અકસ્માત મા આખો પરિવાર તબાહ થઈ જાય છે. એવી જ એક ઘટના એક્સીડેન્ટ સામે આવી છે જેમાં એક પરિવાર રોડ અકસ્માત નો ભોગ બન્યો.

ઘટના ચમોલી જિલ્લાની છે જેમાં એક દીકરી ના 12 મે ના રોજ લગ્ન થવાના હતા અને તે દીકરી નું જ અકસ્માત માં મોત થઈ ગયું. પિંકી રાણા નામની દીકરી ના લગ્ન હોય ઘરમાં લગ્ન માટેની તૈયારી પુરજોશ માં ચાલી રહી હતી. લગ્ન હોય ઘરે મહેમાનો પણ આવી ગયા હતા પણ ભગવાન ની મરજી કંઈક બીજી હશે. દીકરી ના લગ્ન ના 3 દિવસ અગાઉ જ મૃત્યુ થયું. પિંકી રાણા ના લગ્ન હોય તે તેના મામા ના ઘરે મેરઠ લગ્નની ખરીદી માટે ગઈ હતી.

ખરીદી કરીને ઘરે આવી રહી હતી. આ સમયે પિન્કીના મામા પ્રતાપ સિંહ, તેની પત્ની ભાગીરથી દેવી, તેનો પુત્ર વિજય અને પુત્રી શનિવારે મેરઠથી ચમોલીથી લગ્નમાં હાજરી આપવા માટે તેમના વાહનમાં નીકળ્યા હતા ત્યારે દેવપ્રયાગ રોડ પર પોપટ ઘાટી પાસે વાહન અકસ્માત સર્જાયો હતો. તેના મામા અને મામી બંને ઘાયલ થયા હતા. જેમાં રહેલા પિન્કી રાણા સહિતના બાળકોનું દુઃખદ અવસાન થયું હતું. અને તેના મામા-મામી ની હાલત ગંભીર છે.

અકસ્માત માં પરિવાર ની કન્યા સહીત 4 લોકો મૃત્યુ થતા ગામમાં શોક ફેલાય ગયો છે. પિંકી રાણા નો ભાઈ પણ બહેંન ના લગ્ન માટે મેરઠ થી આવ્યો હતો. તેના માતા-પિતા અને ભાઈ ની આંખ માંથી આંસુ સુકાવાના નામ લેતા નથી. પિંકી રાણા ના લગ્ન 12 મેં ના રોજ ખુશાલ સિંહ સાથે થવાના હતા. અચાનકજ ખુશી નો પ્રસંગ દુઃખ માં ફેરવાય ગયો હતો. પિંકી ના માતા ની દીકરી અને ભાઈ નો આખો પરિવાર ચાલ્યા જતા તે પોતાને સાંભળી શકતા નથી. પિન્કીના પિતા ત્રિલોક સિંહ અને તેની માતા હરકી દેવી ની માથે આભ ફાટે એવી મહામુસીબત આવી પડી છે.
