Gujarat

ગરીબ બાળક ની ઈમાનદારી જુવો ! 5 લાખ રુપિયા ભરેલુ બેગ મુળ માલિક ને પરત આપ્યુ અને શાળા એ બાળક ને આ વાત નુ એવુ ઈનામ આપ્યુ કે..

હાલ ના સમય મા જો કોઈ ને રસ્તા પર જો 100 રુપીયા પણ મળી આવ્યા હોય તો કોઈ પણ ફટાક દઈને ખીચામા નાખી લેતા હોય છે ત્યારે જો કોઈ ને 5 લાખ રુપોયા મળી આવે તો શુ કોઈ મુળ માલીક ને પરત આપવાની તસ્દી લે ખરા ??? તમારો જવાબ ના જ હશે પણ એક 10 વર્ષ ના માસુમ બાળક ને 5 લાખ રુપીયા ભરેલુ બેગ મળી આવતા તે બેગ મુળ માલિક ને પરત હાથ મા આપ્યુ હતું.

ઘટના અંગે જાણવા મળેલ વિગતો ઉત્તર પ્રદેશના બરેલી જીલ્લા મા આ કિસ્સો જોવા મળ્યો હતો જેમા એક 10 વર્ષ ના બાળક કે જેનુ નામ હનાનને 5 લાખ રુપીયા ભરેલુ બેગ મળી આવ્યુ હતુ હનાનને આ બેગ મુળ માલિક ને પરત કરવા માટે જયા બેગ મળી આવ્યુ હતુ ત્યા જ બેગ ના મુળ માલિકની રાહ જોતો રહ્યો પરંતુ જ્યારે કોઈ લેવા ના આવ્યુ ત્યારે બાળક તે બેગ લઈને ઘરે જતો રહ્યો અને પોતાની માતા ને આ વાત જણાવી હતી.

ત્યારે કોઈ પણ વ્યક્તિ નુ મન આટલા રુપીયા જોઈ ને પિગળી જાય પરંતુ હનાન ની માતા એ પણ ઈમાનદારી બતાવી હતી અને દિકરા ને આ બેગ મુળ માલિક ને પરત આપવાનુ જણાવ્યુ હતુ જ્યારે તેવો ફરી એ જગ્યા પર પહોચ્યા હતા જ્યા આ બેગ મળીયુ હતુ. ત્યારે મુળ માલિક પોતાનુ બેગ શોધી રહ્યા હતા ત્યારે આ બેગ તેમને સુપ્રત કર્યુ હતુ અને મુળ માલકે હૈદર ખા એ પણ આ બાળક ના ખુબ વખાણ કર્યા હતા અને જણાવ્યુ હતુ કે…

તે લોકો ઠિરીયાથી આવી રહ્યા હતા ત્યારે ગલી સાકડી હોવાથી તેવો એ ઓટો રીક્ષા પકડી હતી અને કપડાની બેગ મા આ રુપીઆ ભરેલુ બેગ પણ મુકવા મા આવ્યુ હતુ પરંતુ ખબર ના રહી કે ક્યારે આ બેગ નીચે પડી ગયુ પરંતુ બાળકે આખરે આ બેગ પરંત કર્યુ હતુ. જો બાળક ની વાત કરવા આવે તો તે ધોરણ 6 નો વિદ્યાર્થી છે અને તેના પિતા ગેરેજ મા કામ કરે છે. ઘરે આર્થિક પરિસ્થિતિ સારી નથી ત્યારે આ બાળક ના લોકો ખુબ વખાણ કરી રહ્યા છે અને આ વાત શાળા એ પહોચતા શાળા ના સંચાલકો એ આ ઇમાનદારી બદલ હનાન ની એક વર્ષ ની શાળા ફી માફ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!