Gujarat

કુતરું બીલાડી તો સૌ પાળે ! સુરત ના આ ભાઈ ને જુવો ગરોળી ઓ ને પાળી અને મોટી ક…

આ જગતમાં દરેક વ્યક્તિ ને  દુનિયાનાં દરેક જીવ પ્રત્યે પ્રેમ છે. આપણે જાણીએ છે કે, વ્યક્તિઓને અનેક પશુઓ અને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ હોય છે પરંતુ અમે આજે આપને એક એવા વ્યક્તિ થી રુબરુ કરાવીશું જેનાં વિશે જાણીને તમને આશ્ચય થશે. ખરેખર આ ઘટના કોઇ સામાન્ય નથી કારણ કે તમે વિચાર કરો કે, જો તને વંદો કે ગરોળી ને જોવો તો તમે ડરી જાવ છો તો આ દુનિયામાં એવા વ્યક્તિ છે કે, જેઓ ગરોળી પ્રત્યે લગાવ લાગે છે અને આ ગરોળીઓ પોતાના જાન થી વધારે પ્રેમ કરે છે.

અમે વાત કરી રહ્યા છીએ સુરતનાં અડાજણ વિસ્તારમાં એક લેડીઝ સલૂન ચલાવતા યુવક ગણેશ સેને પાસે એક નહિ પણ  નવ જેટલી ઈગવાના પ્રજાતિની ગરોળીઓ પાળી છે. જે ગરોળીઓ ઇગવાના પ્રજાતિની છે.ગુજરાતમાં જોવા મળતી નથી પરંતુ આ ગરોળિઓ મોટાભાગે અમેરિકાના ફ્લોરિડામાં જોવા મળે છે. ગરોળીઓ જોઈ લેડીઝ સલૂનમાં આવતી મહિલાઓ પણ એક સમયે અચંબામાં પડી જાય છે.

આ યુવક ગરોળીઓનો  છેલ્લા સાત વર્ષથી ઉછેર કરતા આવ્યા છે. ઇગવાના ગરોળીઓમાં પણ બે અલગ અલગ પ્રજાતિની ગરોળીઓ આવે છે.જેમાં વેજિટેરિયન અને માંસાહારી ગરોળીઓનો સમાવેશ થાય છે. જ્યાં અડાજણના ગણેશ સેન દ્વારા ઇગવાના પ્રજાતિની શાકાહારી અને શાંતિપ્રિય ગરોળીઓ પાળવામાં આવી છે. જે માત્ર સરગવાના પાન, કેળા, પપૈયું, કોળું અને કેરી જેવી ચીજવસ્તુઓ જ ખોરાકમાં આરોગે છે.

ગરોળી જોતા તમને ડર લાગશે પરતું તે એકદમ શાંત છે. આપણે કુતરાઓ બિલાડી અને સસલા પક્ષીઓ પાડતા જોયા અને ઘરના સભ્યની જેમ સાચવે ત્યારે આ અજગ ગજબ શોખ જોઈને કોઈ પણ ચોંકી જાય. ત્યારે ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવના છે કે, ઇગવાના ગરોળીઓમાં ખર્ચ પણ ખૂબ જ ઓછો છે.આ ગરોળી ખૂબ નાની  હતી ત્યારે સાઉથ અમેરિકાથી મંગાવી  હતી. જેની કિંમત રૂપિયા 5 હજારથી માંડી રૂપિયા 1 લાખ સુધીની છે.

આ ગરોળીઓને પોતાના સેલુંનમાં મુકવામાં આવી છે. જ્યાં સલૂનમાં ઘરના સભ્યોની જેમ જ આ ગરોળીયો ગણેશની સાથે હળીમળી ગઈ છેમહિલાઓ જોડે પણ આ ગરોળીઓ હળીમળી ગઈ છે. એટલું જ નહીં, આ ગરોળીઓને પોતાના પગ અથવા કાંધા પર મૂકી ફોટો પણ પડાવે છે આપણે જાણીએ છે કે, મહિલાઓ તો મુખ્યત્વે ડરતી હોય છે પરંતુ આ આ ગરોળી લોકોને પોતાની તરફ આકર્ષે છે. આ યુવક ગરોળી ને પોતાના ઘરનાં સભ્ય તરીકે જ સાચવે જેમ એક દીકરાને સાચવે.ખરેખર આ ખૂબ જ વખાણવા લાયક વાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!