ગેસ સિલિન્ડર ફાટતા પિતા અને પુત્ર નો એક સાથે જીવ વયો ગયો ! પત્ની ને આઘાત લાગતા..
ક્યારેક કોઈ ઘટના આકસ્મિક ઘટે છે જેના વિશે આપણે ક્યારેય વિચાર્યું પણ ન હોય.ખરેખર આ કારણે અનેક જીવો હોમાઇ જાય છે.હાલમાં જ એક દુઃખ ઘટના બની જેમાં ગેસ સિલિન્ડર ફાટતા પિતા અને પુત્ર નો એક સાથે જીવ વયો ગયો ! પત્ની ને આઘાત લાગતા તેની સાથે એવી ઘટના બની જે જાણીને તમારી આંખમાં થી આંસુઓ વહી જશે.ચાલો અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપીએ.
રુદપુરમાં આ ઘટના બની જેમાં ગેસ સિલિન્ડર ફાટતાં પિતા અને પુત્ર બંનેનું નિધન થયું. આ દર્દનાક મોતને કારણે પત્નીને ભારે આઘાત લાગ્યો હતો અને જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, બંનેના બોડીને પોસ્ટમટમ માટે લઈ જવામાં આવી છે અને પોલીસ તપાસ ચાલુ છે કે, આ ઘટના આકસ્મિક ઘટી છે કે પછી સમજી વિચારીને કરેલ કોઈ કાવતરું છે.જે પોલીસ તપાસ પછી બહાર આવશે.
ઠાકુરનગરમાં રહેવાસી 30 વર્ષીય કેદાર સિંહ તેની પત્ની અને 2 વર્ષના પુત્ર સાથે રહેતા હતા અને ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ કેદારની પત્ની ઘરે ભોજન બનાવી રહી હતી. કેદાર અને વંશ ઘરની અંદર હતા. કેદારની પત્ની કોઈ કામ માટે ઘરની બહાર ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન અચાનક ઘરની અંદર ગેસ સિલિન્ડર ફાટ્યો. જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે સિલિન્ડર ફાટવાનો અવાજ ન હતો પરંતુ સિલિન્ડર લીક થવાને કારણે આગ લાગી હતી. જેના કારણે ઘરની અંદર હાજર કેદાર અને વંશ ગંભીર રીતે દાઝી ગયા હતા.
ઘરમાં આગ જોતા જ બહાર રહેલ કેદારની પત્ની ફફડી ઉઠી હતી. અવાજ સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. અને આગ બુઝાવવા ફાયરટીમ હાજર રહેલ.આ ઘટના દરમિયાન પત્ની એવી હાલતમાં ન હતી કે પોલીસ પૂછ પરછ કરી શકે.ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે.એ મહિલાની વેદના સમજો જેને પોતાની નજર સામે એક દીકરો અને પોતાના પતિનને મરતા જોયા. મૃતકનાં આત્માને શાંતિ મળે જે ઈશ્વરને પ્રાર્થના.