Gujarat

જો તમે પણ બાથરુમ મા ગેસ ગીઝર નો ઉપયોગ કરતા હોય તો આ ઘટના જાણી લેવી જોઈએ નકર

આ દુનિયામાં જેમ જેમ ટેકનોલોજી નો વિકાસ વધતો ગયો એમ એમ માણસની જરૂરિયાત પણ વધતી ગઈ પરંતુ આ ટેકનોલોજી ના સાધનો જેટલા અંશે આપણું કામ સરળ કરે તેટલા જ અંશે એ આપણી માટે કોઈક વાર ઘાતક રૂપ સાબિત થાય છે, પહેલા લોકો નહાવા માટે ગેસ પર કે ચુલા પર ગરમ પાણી કરતા હતા, પણ હાલમાં હવે લોકો ગીઝર નો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવા લાગ્યા છે, કારણ કે ગીઝર માં ઝડપથી પાણી ગરમ થાય છે, અને તે આપણા બાથરૂમ માં ફીટ પણ થઇ જાય છે, પરંતુ કયારેક આ ગીઝર લોકોના જીવનને જોખમ માં મૂકી દે છે એ નક્કી નથી.

આવીજ એક અઘટિત ઘટના પાલનપુર માં બનેલ હતી. પાલનપુરમાં રહેતા એક વ્યક્તિ નામે મુકેશ નાયક કે જેઓ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા, કે જેઓ સવારે જયારે ઓફીસ જવા માટે બાથરૂમ માં નહાવા ગયેલ હતા, અને બાથરૂમ માં જઈ ગીઝર શરુ કરેલ. મુકેશભાઈ નહાવા ગયાના ૨૦ મિનીટ પછી પણ તેઓ બાથરૂમ ની બહાર ન આવ્યા, તેથી તેમની પત્ની ને આશ્ચર્ય થયું એટલે તે બાથરૂમ નજીક જઈ તેમના પતિ મુકેશભાઈ ને અવાજ કરી બુમો પાડવા લાગી. પરંતુ બાથરૂમ માંથી મુકેશભાઈ નો કોઈ વળતો જવાબ આવતો ન હતો. તેથી તેમની પત્ની ગભરાઈ અને બાથરૂમ નો દરવાજો તોડી નાખ્યો, અને તેમણે અંદર જોયું તો મુકેશભાઈ બેભાન ની હાલતમાં નીચે પડ્યા હતા.

મુકેશભાઈ ને બેભાન ની હાલતમાં જોતા તેમની પત્ની તાત્કાલિક તેમણે લઈને હોસ્પિટલ પહોંચી ગઈ અને તેમનો જીવ બચાવ્યો. આપણે વિચારતા હશું કે આની પાછળનું કારણ શું છે, તેની પાછળ નું કારણ સામે આવતા ખબર પડી કે મુકેશભાઈ એ બાથરૂમ માં ગીઝર લગાવેલું હતું, તેમાં કાર્બનડાયોક્સાઈડ નું પ્રમાણ વધી જતા મુકેશભાઈ ને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેઓ બેભાન થઇ ગયેલા હતા.

આ ઘટના થી એટલું જાણવા મળે કે ગીઝર કોઈ દિવસ બાથરૂમ માં લગાવવું જોઈએ નહિ, કારણ કે આપણા બંધ બાથરૂમ માં કાર્બનડાયોક્સાઈડ નું પ્રમાણ વધી જાઈ છે, તેના કારણે આપણો જીવ જોખમમાં મુકાઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!