Gujarat

ગેસ ગિઝરે લીધો કિશોરી નો જીવ ! જો તમે પણ વાપરો છો ગેશ ગીઝર તો સાવધાન ! નહીતો તમારો પણ હાલ આ….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી નો ઘણો વિકાસ થઇ ગયો છે. તેના કારણે હાલમાં અનેક એવા સંશોધનો થયા છે કે જેના કારણે માનવ જીવન ઘણું સરળ અને આરામ દાયક બન્યું છે. પરંતુ ઘણી એવી વસ્તુઓ પણ છે કેજે માનવ જીવન ને સરળતો બનાવે છે પરંતુ જો તેના વપરાશમાં થોડી પણ ભૂલ કે બેદારકારી થાઈ તો વ્યક્તિ માટે તેના માઠા પરિણામો પણ સર્જાઈ શકે છે.

હાલમાં આપણી સામે આવો જ એક દુઃખદ બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક કિશોરીનો જીવ તેના બાથરૂમમાં લાગેલા ગેશ ગીઝર ના કારણે ગયો છે. તો ચાલો આ દુઃખદ બનાવ અંગે માહિતી મેળવીએ અને તેમનાથી થોડી સીખ મેળવીએ. મળતી માહિતી અનુસાર આ બનાવ નવસારી માં આવેલા ચંદ્ર્વાસણ સુપા નામના એક ગામ માં આવેલા નવા ફળીયા માં આ ઘટના ઘટી છે. અહીં એક 11 માં ધોરણ માં ભણતી કિશોરીનું મૃત્યુ થયું છે.

જો વાત આ મૃતક કિશોરી અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમનું નામ એનિકા પટેલ છે. અને તેમના પિતા નું નામ વિરલ પટેલ છે. જણાવી દઈએ કે એનિકા પટેલ ધોરણ 11 સાઇન્સ માં અભ્યાસ કરતા હતા અને અભ્યાસ માં પણ ઘણા કુશળ હતા. તેઓ ઉતરાણ ના દિવસે પોતાના ઘરે નાહવા ગયા ઘણો સમય થઇ ગયા હોવા છતાં પણ જયારે તેઓ બાથરૂમ માંથી બહાર આવ્યા નહિ ત્યારે પરિવાર ના લોકો ને ભીતિ ઉત્પન્ન થઇ અને તેમણે એનિકા ને બારણું ખોલવા કહ્યું પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળતા પરિવાર ના લોકોએ બાથરૂમ નું બારણું તોડી પાડ્યું.

જે બાદ પરિવાર ના લોકોએ જે જોયું તેના કારણે તેઓ ઘણા વિચલિત થઇ ગયા. વાસ્તવમાં એનિકા બાથરૂમમાં બેભાન પડ્યા હતા. જે બાદ પરિવાર ના લોકોએ તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા જ્યાં તેમને મૃત ઘોસિત કરવામાં આવ્યા. ઘટના અંગે માહિતી મળતા પોલીસ ટિમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરુ કરી જે બાદ તેમના મૃત્યુ અંગેના કારણ ની માહિતી મળી. જણાવી દઈએ કે તેમના બાથરૂમમાં જે ગેસ ગીઝર હતું તેમાં લીકેજ હતું જેના કારણે તેઓ ગુંગળામણ થી મૃત્યુ પામ્યા હતા. માટે જ આવા સાધનો ને હવા ઉજાશ વાળી જગ્યાએ લગાવવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!